________________
૨૩૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પરંતુ તેની હરકત નહોતી. મારી પાસે વિચારવાની પૂરતી સામગ્રી હતી. મને લાગ્યું કે મહર્ષિના રૂપમાં મારા જીવનમાં હું એક એવી રહસ્યમય વ્યક્તિને મળ્યો છું જે મારા અત્યાર સુધીના અનુભવ દરમિયાન મને નથી મળી.
મહર્ષિ એ સર્વોત્તમ ક્ષણદ્વારા મને કશોક સંદેશ આપી રહ્યા હતા, છતાં એના ચોક્કસ સ્વરૂપને હું ન સમજી શક્યો. એ કદાચ અસ્પષ્ટ, અવિચારણીય અને આધ્યાત્મિક હતા. એ રાતે પ્રત્યેક વખતે વિચાર કરતાં, અને એ અનેરું સ્વપ્ન યાદ કરતાં, એક જાતની વિચિત્ર લાગણી મારામાં પેદા થવા માંડી અને મારું હૃદય અનિશ્ચિત છતાં ઊંચી આકાંક્ષાથી ધડકવા લાગ્યું.
+ + + એ પછીના દિવસોમાં મેં મહર્ષિના નજદીકના સંપર્કમાં આવવાને પ્રયત્ન કરી જોયે, પણ મને સફળતા ન મળી. એ નિષ્ફળતાનાં કારણે ત્રણ હતાં. પહેલું કારણ એમના પિતાને એકાંત સ્વભાવ, દલીલે તથા ચર્ચાને માટે એમનો દેખીતો અણગમે, અને બીજાની માન્યતા તેમ જ બીજાના અભિપ્રાયો તરફની એમની ઘોર ઉદાસીનતા હતાં. એ સંપૂર્ણપણે દેખાઈ આવતું હતું, કે મહર્ષિ કેઈને પોતાના મતમાં પલટાવવા નહોતા માગતા, અને એમના અનુયાયી તરીકે એક પણ માણસને ઉમેરે કરવાની ઈચ્છા નહેતા રાખતા.
બીજું કારણ છે કે વિચિત્ર હતું છતાં એને ઇનકાર કરી શકાય તેમ નહોતો. પેલા વિશેષ સ્વપ્નવાળી સાંજ પછીથી એમની પાસે હું જયારે જ્યારે જતો ત્યારે એમની હાજરીમાં એક પ્રકારના ઊંડા આદરભાવને અનુભવ કરતે. બીજી રીતે જે પ્રશ્નો મેં સામાન્ય વાતચીત જેમ પૂછયા હોત તે મારા હોઠની પાછળ જ શાંત થઈ ગયા. કારણ કે સામાન્ય માનવતાને સંબંધ છે ત્યાં સુધી, એમને પોતાના બરાબરિયા માનીને વાત કરવામાં તથા એમની સાથે દલીલમાં ઊતરવામાં જાણે કે કોઈ અપરાધ થાય છે એવું લાગી આવતું.