________________
અરુણાચલની તળેટીમાં
૨૨૯
એમ કહીને મહર્ષિએ મારા હાથમાં રૂપેરી પ્રકાશવાળી દેરીનો એક છેડો મૂક્યો.
એ અસાધારણ અનેરું સ્વપ્ન પૂરું થતાં હું જાગી ઊઠયો ત્યારે મારા પર એની સૂક્ષ્મ ઉત્તમતાની અસર એવી જ તાજી હતી. એ વખતે મહર્ષિની આંખ મારી આંખ સાથે એકાએક એક થઈ. એમણે પિતાનું મોટું મારી દિશામાં ફેરવીને મારી આંખમાં સ્થિર દષ્ટિથી જોવા માંડયું.
એના સ્વપ્નની પાછળ શું રહસ્ય છુપાયેલું હતું ? મારા વ્યક્તિગત જીવનની ઈચ્છાઓ તથા કટુતાએ થોડા વખત માટે એને લીધે ભુલાઈ ગઈ. હું જાગૃતિમાં આવ્યો તે છતાં, સ્વાનમાં અનુભવેલી મારી પોતાની જાત પ્રત્યેની ઘોર ઉદાસીનતા અને મારા સાથીદારોને માટેની પ્રખર દયાવૃત્તિ હજુ એવી ને એવી જ કાયમ હતી. એ અનુભવ ખરેખર અભુત હતા.
પરંતુ સ્વપ્નમાં જરાક પણ સચ્ચાઈ હશે તો એ વસ્તુ લાંબો વખત ટકે, એવો વિચાર આવ્યા છતાં એનો નિર્ણય હું કરી શકો.
- મારું સ્વપ્ન કેટલે વખત ચાલ્યું ? હોલમાંની પ્રત્યેક વ્યક્તિ હવે ઊઠીને સૂવાની તૈયારી કરવા લાગી. મારે પણ ઈચ્છા ના હોવા છતાં એનું અનુકરણ કરવું પડયું.
એ લાંબા, સાધારણ બારીવાળા હોલમાં સંકડાઈને સૂવા કરતાં મેં ચોકની જ પસંદગી કરી. એક લાંબા, દાઢીવાળા શિષ્ય ફાનસ લાવી આપીને એને આખી રાત સળગતું રાખવાની સલાહ આપી. કારણ કે ત્યાં સાપ તેમ જ ચિત્તા જેવા સ્વાગત ને કરવા યોગ્ય મુલાકાતીઓને આવવાની શક્યતા હતી; પ્રકાશથી તે દૂર રહે એમ હતું.
ધરતી સખત હતી, અને મારી પાસે ગાદલું ન હોવાથી પરિણામ એ આવ્યું કે મને થોડા કલાકે સુધી ઊંઘ જ ન આવી.
ભા. આ. ૨. ખે. ૧૫