________________
૨૩૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
હતી. મારે એ વિચાર કેઈ સપ્રમાણ ચિંતનસામગ્રીને પરિણામે ઉત્પન્ન નહેાતે થયો. એ તે પિતાની મેળે જ, કોઈ પણ પ્રકારની ઇચ્છા વિના જ પેદા થયેલ. એ પ્રબળ વિચારને સાર એ હતો કે
આ પુરુષે બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી છે, અને એમને કઈપણ પ્રકારનું દુઃખ સ્પર્શ કરી શકે તેમ નથી.'
મારા પ્રશ્નો પૂછીને મહર્ષિને એમના ઉત્તર આપવા પ્રેરિત કરવા નવેસરથી પ્રયાસ કરવાને મેં નિર્ણય કર્યો. હું એમના એક જૂના શિષ્ય પાસે જઈ પહોંચ્યો. એ બાજુની કુટિરમાં કશુંક કામ કરતા હતા. મારા પર એ પુષ્કળ પ્રેમ રાખતા હતા. એમને મેં મહર્ષિ સાથે છેવટની વાતચીત કરવાની મારી ઇચ્છા નિખાલસપણે કહી બતાવી. મહર્ષિ સાથે કામ લેતાં મને ઘણો સંકેચ થાય છે એ પણ મેં કબૂલ કર્યું. શિષ્ય સહાનુભૂતિ પૂર્વક સ્મિત કર્યું. એ વિદાય થયા ને થોડી વારમાં જ સમાચાર સાથે પાછા ફર્યા કે મહર્ષિ રાજીખુશીથી મુલાકાત આપી શકશે.
મેં તરત હોલમાં જઈને કાચની પાસે આરામથી બેઠક લીધી. મહર્ષિએ તરત જ મેટું ફેરવ્યું ને જાણે કે મારા પ્રસન્નતાપૂર્વક સત્કાર કર્યો. મને સારું લાગ્યું ને મેં સીધા જ પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું.
યોગીઓ કહે છે કે સત્યના સાક્ષાત્કારની ઈચ્છા હોય તો માણસે સંસારને ત્યાગ કરીને એકાંત જંગલ કે પર્વતમાં જવું જોઈએ. અમારું જીવન એટલું બધું જુદું છે કે પશ્ચિમમાં અમે એવું ભાગ્યે જ કરી શકીએ. યોગીઓની વાત સાથે તમે મળતા થાઓ છે ખરા ?”
મહર્ષિએ બાદશાહી મુખાકૃતિવાળા એક બ્રાહ્મણ શિષ્ય તરફ દષ્ટિ કરી. એણે એમના ઉત્તરની મારી આગળ અનુવાદ કરી બતાવ્યો.
કર્મમય જીવનને ત્યાગ કરવા જે નથી. જો તમે રોજ એક કે બે કલાક ધ્યાન કરશો તે તમારી ફરજો સારી રીતે બજાવી