________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ગોળે કઈ બીજી જગ્યાએ જવા માટે ઝડપથી અદશ્ય થવા માંડ્યો. સાંજને પડદે વધારે ગાઢ રીતે પડવા લાગ્યો, અને થોડા વખતમાં તે ઉત્તેજિત અગ્નિજવાળા તથા વિસ્તાર પામેલા રંગોનું એ આખુંય દસ્ય અંધકારમાં વિલીન થયું.
એ શાંતિની અસર મારા વિચારો પર પડયા વિના ન રહી. એની સુંદરતા મારા અંતરને સ્પર્શી રહી. નસીબે આપણે માટે પૂરી પાડેલી એવી અનેરી ક્ષણેને કેવી રીતે ભૂલી શકાય ? એવી ક્ષણે આપણુ મનને એ વિચાર કરતું કરી મૂકે છે કે જીવનની કઠોર વાસ્તવિકતાની વચ્ચે, એની અંદર કોઈ દયાળુ સર્વોત્તમ શક્તિ છપાયેલી પડી છે. એ ક્ષણે આપણા સામાન્ય કલાકેને શરમાવે એવી ઉત્તમ હોય છે. અંધારા અવકાશમાંથી ખરતા તારાની જેમ એ આશાને ક્ષણિક માર્ગ અજવાળવા આવે છે અને આપણી આગળથી અદશ્ય થાય છે.
- તડવૃક્ષોવાળા ચેકમાં અમારી ગાડી આવી પહોંચી ત્યારે, આશ્રમના ઉદ્યાનમાં અંધકારમાં અદ્ભુત પ્રકાશરેખા પાથરતા આગિયા ઊડી રહ્યા હતા. અને લાંબા હોલમાં પ્રવેશીને હું જમીન પર બેઠે ત્યારે સર્વોત્તમ પ્રકારની શાંતિ એ સ્થળને પહોંચીને એની હવામાં ઠેલાઈ ગઈ હોય એવું લાગવા માંડયું.
ભેગા થયેલા દર્શનાર્થીઓ હૈલમાં હારબંધ બેઠા હતા, પરંતુ કઈ જાતને અવાજ થતો નહોતો કે વાતો વહેતી થતી. ખૂણામાંના કેચ પર મહર્ષિ બેઠ હતા. એમણે પલાંઠી વાળેલી હતી અને એમના હાથ નિરાંતે ઘૂંટણ પર મુકાયેલા હતા. એમની આકૃતિ મને નવેસરથી સાદી અને નમ્ર કે સરળ લાગી. ઉપરાંત પ્રતિભાશાળી તથા ગૌરવવાળી જણાઈ. હમરના જમાનાના કોઈક સંતની પિઠે એમનું મસ્તક ઉમદા રીતે સ્થિર હતું. એમની આંખ હેલના દૂરના છેડા તરફ અચળ રીતે મંડાયેલી હતી. દૃષ્ટિની એ અદ્ભુત એકાગ્રતા ખરેખર