________________
અરુણાચલની તળેટીમાં
૨૨૫
વધારે વખત લાગે હતો એ નિઃશંક હતું. ઇજિપ્તની પેલી વિચિત્ર સંસ્કૃતિએ મારા મનને હલાવી દીધું. શેરીઓનાં મકાનની ઘરગથ્થુ શિપકળામાં એટલે કે નીચાં મકાને અને જાડી દીવાલમાં ઇજિપ્તના જેવી ઢબ દેખાઈ આવતી હતી.
એવો દિવસ શું કદીક પણ આવશે ખરે, જ્યારે આ મંદિરોને ત્યાગ કરીને માણસ એમને શાંત અને વેરાન દશામાં છોડી દેશે અને જે રાતી અને રાખડી માટીમાંથી એ પેદા થયાં છે તેમાં ધીમે ધીમે ટુકડેટુકડા થઈને મળવા દેશે ? કે પછી નવા નવા દેવતા શોધીને એમની આરાધના માટે એ નવાં મંદિરે બનાવતો રહેશે ?
પેલી તરફની પથ્થર પથરાયેલી ગિરિમાળાના ઢળાવમાં આવેલા આશ્રમના રસ્તા પર અમારું ટઃ ઝડપથી દોડતું જતું હતું, ત્યારે કુદરતે પિતાને સમગ્ર સૌન્દર્યભંડાર અમારી દૃષ્ટિ આગળ ખુલે કર્યો છે એવો અનુભવ કરતાં મારો શ્વાસ થંભી ગયો. સૂર્ય પોતાના વિશેષ પ્રકાશ સાથે રાત્રીની પથારી પર વિશ્રામ કરવા જાય છે એ સંધ્યાકાળના સમયનું નિરીક્ષણ મેં પૂર્વના દેશોમાં કેટલી બધી વાર કર્યું છે! પૂર્વના દેશોને સૂર્યાસ્ત પોતાના વિવિધ રંગેના સુંદર દેખાવથી હૃદયને મુગ્ધ કરે છે. અને એ આખોય. પ્રસંગ અડધા કલાકથી પણ ઓછા વખતમાં જલદી જલદી પૂરે થાય છે.
યુરેપની શરદઋતુની લાંબી સંધ્યાએ આ પ્રદેશને માટે મોટે ભાગે અજાગી છે. પશ્ચિમ દિશામાં અગ્નિની જવાળાવાળો જ્યોતિર્મય દડે જંગલમાં જાણે કે નીચે ઊતરતો દેખાયો. ગગનના ગેબી ઘુમટમાંથી અદશ્ય થતાં પહેલાં એણે અત્યંત ચળકતે નારંગી જેવો રંગ ધારણ કર્યો. એની આસપાસના આકાશ પર પણ એ રંગના પડછાયા પડી રહ્યા. એને લીધે અમારી આંખની આગળ કાઈ પણ કલાકાર ન પૂરો પાડી શકે એ કળાત્મક ઉત્સવ ઊભો થયો. અમારી આજુબાજુનાં ખેતરે અને ઝાડોનાં ઝુંડમાં ઊંડી શાંતિ પથરાઈ ગઈ. નાનાં પંખીઓના સ્વર સંભળાતા બંધ થયા. જગલી વાંદરાઓના અવાજ પણ શાંત થયા. લાલ અગ્નિને દેદીપ્યમાન