________________
૨૨૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એ આખીય જગ્યા એકાંત અને વેરાન હતી. એના રાક્ષસી થંભે. ઝાંખા પ્રકાશમાંથી અત્યંત અદ્દભુત રીતે આગળ તરી આવતા. એમના પરના પ્રાચીન કાતરકામનું નિરીક્ષણ કરવા હું એમની પાસે જઈ પહોંચ્યા. દરેક સ્થંભ એક જ પથ્થરના ભાગમાંથી બનાવેલો હતું, અને એને આધારે ટકેલું. છાપરું પણ સપાટ પથ્થરના મોટા ટુકડાઓનું બનાવેલું હતું. શિલ્પીની કળાની મદદથી દેવતા તથા દેવીઓને મેં એક વાર ફરી ક્રીડા કરતાં જોયાં; પરિચિત અને અપરિચિત પ્રાણીઓના કેરી કાઢેલા ચહેરા ફરી એક વાર મારી તરફ તાકવા માંડ્યા.
અમે એ થાંભલાવાળી પરસાળને ધ્વજની આકૃતિવાળા પથ્થરોની વચ્ચે ફરવા માંડયું. અને એરડિયામાં ડુબાડેલી દીવેટવાળા નાના દીવડાઓથી સાધારણ રીતે પ્રકાશિત થયેલા અંધારા માર્ગમાંથી પસાર થઈને છેવટે મધ્યવર્તી વાડામાં આવી પહોંચ્યા. મંદિરના અંદરના ભાગને બતાવનારાં પાંચ નાનાં દેવાલયનું દર્શન હવે કરી શકાયું. એમની રચના પિરામિડના આકારનાં ટાવર જેવી હતી. ઊંચી દીવાલવાળા સમચોરસ ભાગમાં એમને લીધે પ્રવેશદ્વાર તૈયાર થયાં હતાં. એમાંના અમારી નજીકના એકનું અવલોકન કરીને હું એવા નિર્ણય પર પહોંચે કે એ ઈટાનું બનાવેલું છે, અને એને ઉપરને અલંકૃત ભાગ ખરેખર પથ્થરમાંથી કરી કાઢેલ નથી, પરંતુ પાકી માટીમાંથી કે કઈક જાતના ટકાઉ પ્લાસ્ટર કે લેપની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. કેટલીક આકૃતિએ દેખીતી રીતે જ રંગની મદદથી બનાવવામાં આવેલી, પરંતુ એમના રંગ ઝાંખા પડી ગયેલા હતા.
વાડામાં પ્રવેશીને અને એ વિરાટ મંદિરના કેટલાક મોટા, અંધારા રસ્તાઓમાં ફરીને મારા ભોમિયાએ મને સૂચના આપી કે આપણે મધ્યસ્થ મંદિરની પાસે જઈ રહ્યા છીએ અને ત્યાં અંગ્રેજથી નહિ જઈ શકાય. નાસ્તિક માણસને દેવના દર્શનની મનાઈ હોવા છતાં એને મંદિરના ગર્ભદ્વારના ઉંબરા પાસે લઈ જતી