________________
અરુણાચલની તળેટીમાં
૨૨૩
અંધારી પરસાળમાં ઊભા રહીને દૂરથી દર્શન કરવાની છૂટ તે છે જ. એટલામાં તો એ ચેતવણીને યથાર્થ ઠરાવતો નગારાને અવાજ મારા સાંભળવામાં આવ્યો. એની સાથે સંભળાતા પ્રબળ ઘંટનાદ અને પૂજારીઓનાં સુદીર્ઘ ઉચ્ચારણોને પરિણામે પેદા થતો એકસરખો શુષ્ક સંવાદ એ પ્રાચીન ધર્મસ્થાનના અંધકારમાં કાંઈક વિચિત્રતાભરેલો લાગવા માંડ્યો.
મેં ધાર્યા પ્રમાણે દર્શન કર્યું. મૂર્તિની પાસે અંધકારમાં સોનેરી જ્યોતિ બળતી હતી, બેત્રણ બીજી ઝાંખી જ્યોતિઓ હતી, અને થોડાક ઉપાસકે કઈક ધર્મકાર્ય કરી રહેલા. મંદિરના સંગીતકારોને મારાથી બરાબર ઓળખી ન શકાયા; પરંતુ થોડા વખતમાં શંખને નાદ તથા ઝાંઝરનો સખત કર્કશ અવાજ સંગીતની સાથે મળી ગયે.
મારા સાથીદારે કાનમાં કહી બતાવ્યું કે પૂજારીઓ મારી હાજરીને સાચેસાચ પસંદ નહિ કરે, એટલા માટે વધારે વખત સુધી રોકાવાનું ઠીક નહિ થાય. એ પછી અમે મંદિરના બહારના શાંત પવિત્ર પ્રદેશમાં પહોંચી ગયા. એવી રીતે મારી શોધ પૂરી થઈ.
પ્રવેશદ્વાર પાસે ફરી વાર પહોંચ્યા ત્યારે મારે એક બાજુ ખસી જવું પડયું, કારણકે રસ્તાની વચ્ચે જમીન પર એક વયોવૃદ્ધ બ્રાહ્મણ પિત્તળનું નાનું પાણીપાત્ર લઈને બેઠો હતો. ડાબા હાથમાં તૂટેલા દર્પણને ટુકડો લઈને એ કપાળે ભપકાદાર તિલક કરી રહ્યો હતો. દક્ષિણના જુનવાણું હિંદુની નિશાની રૂપે એના કપાળ પર અંકિત થયેલું લાલ અને સફેદ ત્રિશૂળ પશ્ચિમના પ્રજાજનની દષ્ટિમાં એને દેખાવને હાસ્યાસ્પદ અને ગામડિયા જેવો બનાવતું હતું. મંદિરના દરવાજા પાસેની નાનકડી દુકાનમાં બેસીને શંકર ભગવાનની નાની મૂર્તિઓ વેચનારા એક બીજા વયોવૃદ્ધ માણસે મારી દષ્ટિ સાથે દષ્ટિને એક કરી. અને એની વણબોલાયેલી વિનતિને લક્ષમાં લઈ હું કાંઈક ખરીદી કરવા ઊભો રહ્યો.