________________
અરુણાચલની તળેટીમાં
૨૨૧
પરંપરાગત વાતેમાંથી લેવામાં આવેલા. એમાં વિચિત્ર જાતનું સંમિશ્રણ દેખાતું. એમાં ઊંડા ધ્યાનમાં ડૂબેલા હિંદુ દેવતાઓની અલગ આકૃતિઓનું દર્શન કરવા મળતું, અથવા એમની પરસ્પરના ગાઢ આલિંગનમાં ઓતપ્રેત થયેલી મૂર્તિઓ પણ જોવા મળતી. એ જોઈને નવાઈ લાગતી. એ જોઈને એ હકીકતની યાદ આવતી કે હિંદુધર્મ સ્વાભાવિક રીતે જ સૌને સમાવેશ કરવાની શક્તિ ધરાવે છે, અને બધી જ જાતની રસવૃત્તિને માટે એમાં કાંઈક ને કાંઈક સામગ્રી રહેલી છે.
મંદિરની અંદરના ભાગમાં પ્રવેશ કરીને હું એક મોટા સમરસ સ્થાનમાં આવી પહોંચ્યો. એ વિશાળ સ્થાનમાં રચનાઓની પરંપરા, મઠે, પરસાળો, મંદિરે, ઓરડાઓ, કઠેરા અને ઉઘાડી તથા ઢંકાયેલી જગ્યાને સમાવેશ થતો હતે. ઍથેન્સની પાસેનાં દેવસ્થાની પેઠે થોડી જ ક્ષણમાં લાગણીઓને મંત્રમુગ્ધ ને સ્તબ્ધ કરનારી સ્થંભની સુંદરતાવાળી પથ્થરની ઇમારત ત્યાં જોવા ન મળી. ત્યાં તો ઊંડા રહસ્યથી ભરેલી ઉદાસ દેવસ્થાનની જગ્યા હતી. ત્યાંના વિશાળ ગોખલાએ પોતાના એકાંતિક શાંત વાયુમંડળને લીધે મને પ્રભાવિત કરી રહ્યા. આખુંય સ્થાન ભૂલભૂલામણી જેવું હોવા છતાં મારા સાથીદારે એમાં વિશ્વાસપૂર્વક ચાલવા માંડયું. બહારથી જોતાં મંદિરના દરવાજા પિતાના રતૂમડા પથ્થરીય રંગોને લીધે આકર્ષક લાગેલા, પરંતુ અંદરના ભાગનું પથ્થરકામ રાખ જેવા રાખોડી રંગનું હતું.
મજબૂત દીવાલવાળા, લાંબા મંડપમાંથી અમે આગળ વધ્યા. એના છાપરાને સીધા, જુદીજુદી જાતના કેરી કાઢેલા થાંભલાઓ ટકાવી રહ્યા હતા. ઝાંખા પ્રકાશવાળી પરસાળો તથા અંધારા ઓરડામાંથી પસાર થઈને આખરે અમે એ પ્રાચીન મંદિરને બહારના ભાગમાં આવેલા મેટા મંડપમાં આવી પહોંચ્યા.
હજાર થાંભલાને હલ!' એ જગજૂની રચનાને હું એકીટશે જોતો હતો, ત્યાં જ મારા મિયાએ ઉદ્ગાર કાઢ્યા. મારી સામે સીધા, કેતરકામવાળા, ગંજાવર થંભની હારમાળા ફેલાયેલી હતી.