________________
૨૨૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
જ્વાળા સળગાવે છે. શંકર હજુ પણ પર્વત પર વિરાજે છે, અને મારી ધારણા પ્રમાણે મંદિર એ ઘટનાના મહોત્સવરૂપે જ તૈયાર કરવામાં આવેલું.”
કેટલાક યાત્રીઓ સ્ટૉલનું નિરાંતે નિરીક્ષણ કરતા હતા. એ સ્ટેલમાંથી કેવળ દેવતાની પિત્તળની મૂર્તિઓ જ નહતી મળતી, પણ ધર્મકથાના કોઈ પ્રસંગને અંકિત કરતી ભપકાદાર પથ્થર કે ધાતુની પ્રતિમાઓ, તેલુગુ તથા તામિલ ભાષામાં છાપેલી ડાઘાવાળી ધામિક ચેપડીઓ પણ વેચાતી, અને પોતાની જાતિ કે માન્યતા મુજબ કપાળે કરવાનાં ચિહ્નો કે તિલક માટેના રંગબેરંગી રંગો પણ મળી રહેતા.
એક કુષ્ટરોગી ભિખારી કાંઈક સંકોચ સાથે મારી પાસે આવી પહોંચે. એને અવયનું માંસ ઢીલું પડી ગયેલું હતું. હું એને કંગાળ જાણીને તિરસ્કારી કાઢીશ કે એના પર દયા બતાવીશ એ બાબત એનું મન ચોક્કસ નહોતું દેખાતું. એના ભારે રોગે એના વદનને નીરસ બનાવી દીધેલું. એને આપવાનું દાન મેં જમીન પર નાખ્યું એથી મને શરમ તો લાગી, પણ એને અડવાની હિંમત હું ના કરી શક્યો.
કતરી કાઢેલી આકૃતિઓથી ભરેલા મીનારા જેવા આકારના પ્રવેશદ્વારે એ પછી મારું ધ્યાન ખેંચ્યું. દરવાજાનો એ ઊંચે મંડપ જેને ભાગ ઉપરથી અણીદાર અને કાપી નાખેલો હતો. એ ઈજિપ્તના કાઈક પિરામિડ જેવો દેખાતે. એના જેવા બીજા ત્રણ દરવાજાની સાથે એ બાજુના પ્રદેશમાં આગળ પડતો તરી આવતા. એ દરવાજાઓ પાસે પહોંચતાં પહેલાં માઈલ દૂરથી એમનું દર્શન થઈ શકતું હતું.
મંદિરની આજુબાજુ બધે જ ભાતભાતની શિલ્પકૃતિઓ અને અવનવી નાની મૂર્તિઓ દેખાતી. એના વિષયો દંતકથાઓ તથા પવિત્ર | * (આપણે પશ્ચિમવાસીઓ એ દેવતાઓને ધાર્મિક ભાવનાઓની અભિવ્યક્તિરૂપ માનીએ તે ભલે, પરંતુ હિંદુઓ તો એ ખરેખર અસ્તિત્વ ધરાવે છે એ બાબતમાં બિલકુલ શંકા નથી રાખતા.)