________________
અરુણાચલની તળેટીમાં
૨૧૯
ઘોડાગાડી લાવવાની જ મેં વિનંતિ કરી કારણકે બળદગાડી સુંદર દેખાતી હોવા છતાં ઝડપી તથા આરામદાયક નહોતી.
ચેકમાં જઈને જોયું તો બે પૈડાંવાળી ખચગાડી મારે માટે રાહ જોઈ રહેલી. એમાં બેસવાની બેઠક નહોતી. પણ એ વસ્તુની મને મુશ્કેલી ન લાગી. ગાડીવાળે જરા ભયંકર દેખાવનો હતો. એના માથા પર લાલ રંગનો ગદ ફેટ હતો. અને બીજા વસ્ત્ર તરીકે એક મેલ કપડાનો ટુકડો એની સાથળની વચ્ચેથી પસાર થઈને પીઠ પાછળ ખોસેલે અને કમરપટ તરીકે કામ કરતો હતો.
ધૂળવાળી લાંબી મુસાફરી પછી છેવટે શિલ્પકામવાળા ઊંચા માળના મેટા મંદિરે અમારું સ્વાગત કર્યું. ગાડીમાંથી નીચે ઊતરીને મેં મંદિરનું ઉપરછલ્લું નિરીક્ષણ કરવા માંડયું.
અરુણાચલનું મંદિર કેટલું પ્રાચીન છે તે મારાથી નહિ કહી શકાય.” મારા એક પ્રશ્નના જવાબમાં મારા સાથીદારે કહેવા માંડયું: પરંતુ એનું આયુષ્ય સિકા જેટલું જૂનું છે એ તો તમે પણ જોઈ શકે છે.'
દરવાજાની આજુબાજુ અને મંદિરની અંદરના ભાગમાં થોડીક નાની દુકાનો અને ભપકાદાર સ્ટોલ હતા. તાડવૃક્ષની નીચે એમની ગોઠવણ કરાયેલી હતી. એમની પાસે સાધારણ વસ્ત્રોમાં સજજ થયેલા, ધાર્મિક ચિત્રો તથા શંકર અને બીજા દેવોની મૂર્તિઓના વિક્રેતાઓ બેઠા હતા. શંકર ભગવાનની મૂર્તિઓ આગળ તરી આવતી તે જોઈને મને નવાઈ લાગી, કારણકે બીજા સ્થળોમાં રામ અને કૃષ્ણનું સ્થાન પહેલું રહેતું. મારા ભોમિયાએ એ બાબત ખુલાસો કર્યો.
અમારે ત્યાં ચાલી આવતી પરંપરાગત દંતકથા પ્રમાણે, એક વાર ભગવાન શંકર પવિત્ર અરુણાચલ પર્વતના શિખર પર અગ્નિની જવાળાના રૂપમાં પ્રકટ થયા. એટલા માટે હજારે વરસ પહેલાં બનેલી એ ઘટનાની સ્મૃતિમાં મંદિરના પૂજારીઓ વરસમાં એક વાર મેટી,