________________
૨૧૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સંસાર પર શાસન કરનારી એક શક્તિ છે. અને સંસારની સંભાળ રાખવાનું કામ તેનું છે. સંસારને જીવન આપનાર બરાબર જાણે છે કે તેની સંભાળ કેવી રીતે રાખવી. સંસારનો ભાર તે ઉપાડે છે, તમે નથી ઉપાડતા.”
છતાં ચારે તરફ પૂર્વગ્રહરહિત નજરે જોઈએ તે દયાળતાનો એ ખ્યાલ ક્યાં બંધ બેસે છે, એ જોવાનું કઠિન થઈ પડે છે.” મેં વિરોધ કર્યો.
સંત વધારે નાખુશ થયા દેખાયા. તોપણ એમણે ઉત્તર આ ઃ
જેવા તમે છે તેવી જ દુનિયા છે. તમારી જાતને જાણ્યા વગર દુનિયાને જાણવાનો પ્રયત્ન કરવાનો શો અર્થ છે ? સત્યના શોધકોએ એ પ્રશ્ન પ્રત્યે ધ્યાન ન આપવું જોઈએ. એવા પ્રશ્નોની પાછળ લકે પોતાની શક્તિ બરબાદ કરે છે. સૌથી પહેલાં તો તમારી અંદરના સત્યને શોધી કાઢે. તે પછી તમે જેના વિભાગ છે તે દુનિયાની પાછળના સત્યને સમજવાની વધારે સારી શક્તિ મેળવી શકશે.
એ એટલેથી અટકી ગયા. કેઈ પરિચારકે પાસે આવીને બીજી અગરબત્તી સળગાવી. મહર્ષિએ ઊંચે ચડતા ધુમાડાના વાદળી ગોટા, જોયા ને પિતાની હસ્તલિખિત પુસ્તિકા લીધી. એનાં પૃષ્ઠો ઉઘાડીને એમણે પોતાનું કામ કરવા માંડયું. એવી રીતે પોતાનું ધ્યાન એમણે મારા પરથી હટાવી લીધું.
એમની એ તાજી ઉદાસીનતાને લીધે મારા આત્મસન્માન પર પાણી ફરી વળ્યું. લગભગ પંદર મિનિટ સુધી હું એમની આગળ બેસી રહ્યો, પરંતુ મારા પ્રશ્નોના ઉત્તર આપવાનું એમનું વલણ ન લાગ્યું. અમારે વાર્તાલાપ ખરેખર પૂરો થયો છે એમ માનીને, લાદીવાળી જમીન પરથી ઊઠીને વિદાયસૂચક પ્રણામ કરીને, હું બહાર નીકળ્યો.
મારી ઇરછા મંદિરનું નિરીક્ષણ કરવાની હોવાથી, મેં શહેરમાંથી કેઈને વાહન લઈ આવવાની સૂચના આપી. જે બની શકે તે