________________
અરુણાચલની તળેટીમાં
ર૧૭
- ગુરુની મદદથી થોડોઘણે પ્રકાશ મેળવવામાં કેટલો વખત લાગે છે ?”
એનો આધાર સાધકના મનની પરિપક્વતા પર છે. દારૂ એક ક્ષણમાં જ સળગી ઊઠે છે, પરંતુ કોલસાને સળગતાં ઘણો વખત લાગે છે.”
મારા પર એવી છાપ પડી કે ગુરુઓ અને એમની પદ્ધતિઓની ચર્ચા મહર્ષિને પસંદ નથી પડતી. છતાં મારી માનસિક ચીવટને લીધે એ છાપને ગણકાર્યા વગર, એ જ વિષય પર મેં એમને બીજે વધારાનો પ્રશ્ન પૂછી કાઢો. એમણે પિતાની ગંભીર મુખાકૃતિને બારી તરફ ફેરવી, પાછળની તળેટીના વિસ્તાર તરફ જેવા માંડયું, અને કશે ઉત્તર ન આપ્યો. એ સૂચના સમજી લઈને મેં વિષય પડતો મૂક્યો.
“આપણે કટોકટીના જમાનામાં જીવીએ છીએ એ જોતાં, મહર્ષિ દુનિયાને ભાવિ વિશે અભિપ્રાય આપી શકશે?”
તમારે ભવિષ્યની ચિંતા શા માટે કરવી જોઈએ ?” સંતપુરુષે સામેથી પૂછયું : “તમે વર્તમાનને પણ બરાબર નથી જાણતા. વર્તમાનને સંભાળે. ભવિષ્ય તે પિતાની સંભાળ પોતાની મેળે જ રાખશે.”
મારી વાતો ફરી વાર અસ્વીકાર ! છતાં આ વખતે મેં એટલું જલદી નમતું ન જોખ્યું, કારણકે હું એવી દુનિયામાંથી આવતો હતે જ્યાં આ શાંતિમય એકાંત આશ્રમની સરખામણીમાં જીવનની કરુણતા માણસને વધારે પ્રમાણમાં વેઠવી પડે છે.
દુનિયા નજીકના ભાવિમાં પારસ્પરિક મિત્રતા તથા સહાયતાના નવા યુગમાં પ્રવેશ કરશે કે અંધાધૂંધી અને યુદ્ધમાં સપડાશે ?” મેં પૂછવાનું ચાલુ રાખ્યું.
મહર્ષિ મારા પ્રશ્નથી જરાય પ્રસન્ન થયા ન લાગ્યા છતાં બોલ્યા: