________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મહર્ષિએ ચાલુ રાખ્યું :
“સૌથી પહેલાં તે “હું”ને જાણી લે, પછી તમે સત્યને જાણું શકશે.'
મારું મન પાછું ગૂંચવણમાં પડયું. મારી મૂંઝવણની પાર ન રહ્યો. એ મૂંઝવણ વાણીના રૂપમાં બહાર આવી. પરંતુ મહર્ષિ પિતાના અંગ્રેજીની પરિસીમા પર પહોંચી ગયેલા દેખાયા. એટલે તે એમણે દુભાષિયા તરફ દૃષ્ટિ ઠેરવી અને ધીમેથી એમના ઉત્તરનો અનુવાદ કરી બતાવવામાં આવ્યો ?
કરવાનું કામ એક જ છે. તમારી પોતાની અંદર ડોકિયું કરો. એ કામ સાચી રીતે કરે તો તમારી સઘળી સમસ્યાઓના ઉત્તર તમને મળી રહેશે.”
એ પ્રત્યુત્તર જે કે વિચિત્ર લાગ્યો, તોપણ મેં પૂછ્યું :
એને માટે શું કરવું જોઈએ ? કઈ પદ્ધતિનો આધાર લેવો જોઈએ ?”
“પિતાના સ્વરૂપનો ઊંડો વિચાર કરવાથી અને સતત ધ્યાન ધરવાથી પ્રકાશની પ્રાપિત કરી શકાય છે.”
સત્યનું ધ્યાન તો મેં અવારનવાર ધર્યું છે, પરંતુ પ્રગતિની કેઈ નિશાની નથી દેખાતી.”
કઈ પણ પ્રકારની પ્રગતિ નથી થઈ એવું તમે શી રીતે જાયું ? આત્મિક વિકાસના ક્ષેત્રમાં થતી પ્રગતિનો ખ્યાલ કાંઈ સહેલાઈથી નથી આવી શકતો.”
ગુરુની મદદની જરૂર પડે છે ?”
પડે પણ ખરી.”
“તમે સૂચવો છો તે પ્રમાણે પિતાની અંદર ડોકિયું કરવામાં ગુરુ કેઈને મદદ કરી શકે?”
આ શોધમાં માણસને જેની જરૂર છે તે બધું જ એ આપી શકે છે. એ વસ્તુની પ્રતીતિ વ્યક્તિગત અનુભવદ્વારા કરી શકાય છે.”