________________
અરુણાચલની તળેટીમાં
૨૧૫
જીવનની પાછળ છુપાયેલા સત્ય પર તે ઘણો ઓછો પ્રકાશ પાડી શકે તેમ છે. એમ કહેવામાં આવે છે કે અમારા પશ્ચિમી વૈજ્ઞાનિકો જેને પ્રકટ નથી કરી શક્યા તેની માહિતી આપનાર કેટલાક પુરુષો તમારા દેશમાં હયાતી ધરાવે છે એ શું સાચું છે ? આત્મિક પ્રકાશની અનુભૂતિમાં તમે મને મદદરૂપ થઈ શકશો ? કે પછી એની શેાધ કેવળ ભ્રમણ સિવાય બીજું કશું જ નથી ?”
મારી વાતચીતને હેતુ પૂરે થયો એટલે મહર્ષિના ઉત્તરની પ્રર્તક્ષા કરવાને મેં નિર્ણય કર્યો. એમણે મારી તરફ વિચારશીલ બનીને જોઈ રહેવાનું ચાલુ રાખ્યું. કદાચ એ મારા પ્રશ્નો પર વિચાર કરી રહ્યા હોય. દસ મિનિટ શાંતિ રહી.
આખરે એમના હોઠ ઊઘડયા અને ધીમેથી બોલ્યા :
તમે કહો છો હું “હું જાણવા માગું છું. એ હું એટલે શું તે કહી શકશે ?” ' એ શું કહેવા માગતા હતા ? દુભાષિયાની મદદ લેવાને બદલે હવે એમણે અંગ્રેજીમાં મારી સાથે સીધું જ બોલવા માંડ્યું. મારું મગજ વિસ્મયથી ભરાઈ ગયું.
“હું તમારા સવાલ નથી સમજી શકતો.' નીરસતાથી ઉત્તર આપ્યો.
મારો સવાલ સાફ નથી ? ફરીથી વિચારી જુઓ ! ”
એમના શબ્દો સાંભળીને મેં ફરી આશ્ચર્ય અનુભવ્યું. મારા મગજમાં એકાએક વિચાર આવ્યો. મારી તરફ આંગળી કરીને મેં મારું નામ કહી બતાવ્યું.
“અને તમે તેને જાણે છે ?”
મારા આખાય જીવન દરમિયાન. મેં એમની સામે સ્મિત કર્યું.
પણ તે તે તમારું શરીર જ છે! હું ફરી પૂછું છું કે તમે કેણુ છે ?”
એ અસાધારણ સવાલનો જવાબ મને જલદી ન મળ્યો.