________________
૨૧૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કામ કર્યું છે, એમનાં સુખો ભોગવ્યાં છે, અને એમની મહત્તાકાંક્ષાઓનું સેવન પણ કર્યું છે. એની સાથેસાથે એકાંત સ્થળોમાં જઈને ઊંડા વિચારમાં લીન બનતાં ફર્યો છું પણ ખરું. મેં પશ્ચિમના સંતોને પ્રશ્નો પણ પૂછવ્યા છે. હવે હું પૂર્વ તરફ વળ્યો છું. મારે વિશેષ પ્રકાશની આવશ્યકતા છે.”
મહર્ષિએ જાણે કે કહેતા હોય કે “હા, હું બરાબર સમજું છું.” તેમ એમણે માથું હલાવ્યું.
મેં કેટલાય અભિપ્રાયો સાંભળ્યા છે, અને અનેક સિદ્ધાંતને પરિચય કર્યો છે. કેટલીય જાતની માન્યતાઓના બૌદ્ધિક પુરાવા મારી આજુબાજુ એકઠા થયા છે. એ બધાથી હવે હું કંટાળી ગયો છું, કારણકે અંગત અનુભવથી જે પુરવાર ન થઈ શંક એ અંગે મને શંકા રહે છે. એવું કહેવા બદલ મને માફ કરજે, પણ હું ધાર્મિક નથી. માનવના ભૌતિક અસ્તિત્વથી પર એવું કશું છે ખરું? જે હોય તો મને એનો સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે ? ”
અમારી આજુબાજુ એકઠા થયેલા ત્રણચાર શિષ્યો આશ્ચર્યથી જેવા લાગ્યા. એમના ગુરુની સાથે આવી હિંમતપૂર્વક તથા આટલી બધી અસભ્ય રીતે વાત કરીને આશ્રમની ઊંચી શિસ્તને મેં ભંગ કર્યો છે ? મને ખબર ના પડી. કદાચ મેં એની પરવા પણ ના કરી. વરસોની કામનાને ભેગા થયેલા ભાર એવી અચાનક રીતે કાબૂ બહાર જઈને મારા હોઠમાંથી બહાર નીકળી ગયો. મહર્ષિ જે સાચા હશે તે મારી વાતને જરૂર સમજી જશે અને પરંપરાને લગતા દોષને દૂર કરી દેશે.
એમણે કઈ મૌખિક ઉત્તર ન આયે, પરંતુ કોઈ વિચારધારામાં ડૂબી ગયા હોય એવા દેખાયા. હવે બીજું કાંઈ કરવાનું નહોતું અને મારી જીભ પણ છૂટી થઈ હતી, એટલે મેં એમને સંબોધીને ત્રીજી વાર કહેવા માંડયું :
“પશ્ચિમના અમારા વિદ્વાન વૈજ્ઞાનિકોને એમની બુદ્ધિમત્તા માટે ભારે માન આપવામાં આવે છે. તે છતાં એમણે કબૂલ કર્યું છે કે