________________
અરુણાચલની તળેટીમાં
૨૧૬
એટલા માટે હું મરજી મુજબ આગળથી કહીને કોઈ જાતની ધાંધલ વગર શાંતિથી જઈ શક્યો.
મોટા હોલમાં પ્રવેશીને હું એમની પાસે બેસી ગયો. કોચ પર પડેલા સફેદ તકિયા પર એ આડા પડેલા, કાઈક સેવક દોરડું ખેંચીને પંખો કરી રહ્યો હતો. દોરડાને ધીમે સ્વર અને ગરમ હવામાં ચાલતા પંખાને અવાજ કાનને ઘણે પ્રિય લાગતો.
મહર્ષિના હાથમાં કાઈ વાળેલી હસ્તલિખિત ચોપડી હતી. અત્યંત ધીમી ગતિએ એ કશુંક લખી રહ્યા હતા. મારા પ્રવેશ પછી થોડીક મિનિટે એમણે ચોપડી બાજુએ મૂકી અને કઈ શિષ્યને બોલાવ્યો. એમની વચ્ચે તામિલમાં થોડી વાતચીત થઈ. પછી પેલા ભાઈએ કહ્યું કે મેં એમની સાથે ભોજનમાં ભાગ ન લીધો એટલા માટે મહર્ષિ પિતાને ખેદ જાહેર કરે છે. એણે કહ્યું કે એ સાદું જીવન જીવે છે, અને અંગ્રેજોને અત્યાર સુધી કોઈ વાર પીરસવાને પ્રસંગ ન આવ્યો હોવાથી એમનું ભોજન કેવું હોય છે તેની પણ માહિતી નથી ધરાવતા. મેં મહર્ષિને આભાર માનીને કહ્યું કે એમની સાથે બેસીને સાદું ભજન કરવાનું મને ગમશે. એ ઉપરાંત હું શહેરમાંથી થોડાક રાક મેળવી લઈશ. મેં વધારામાં એમ પણ કહ્યું કે જે વસ્તુની શોધ કરવા માટે એમના આશ્રમમાં આવવાનું થયું છે એની આગળ ભોજનને પ્રશ્ન મને એટલો અગત્યનો નથી લાગતો.
સંતપુરુષ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા. એમને ચહેરે શાંત, વિક્ષેપ વગરને અને વિકારવિહીન રહ્યો.
એ હેતુ સારે છે. એમણે આખરે ટીકા કરી. એને લીધે એ જ વિષય વિસ્તારવાને મને ઉત્સાહ મળે.
“ભગવન, મેં અમારા પશ્ચિમી તત્વજ્ઞાન અને વિજ્ઞાનનું અધ્યયન કર્યું છે, ભરચક વસ્તીવાળાં શહેરોના લેકે સાથે રહીને ભા. આ. ૨. ખે. ૧૪