________________
૨૧૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પુનરાવર્તન કર્યું. પરંતુ મારી તરફ માયાળુતાથી મંડાયેલી પેલી તેજસ્વી આંખમાં મને વણપુછાયેલ એક બીજો પ્રશ્ન વાંચવા મળ્યો :
તમારે પિતાને માટે તથા બધા જ મનુષ્યોને માટે મેળવી શકાય એવી ઊંડી માનસિક શાંતિની જે ઝલક તમે હમણું મેળવી તે પછી પણ શું એ શક્ય છે કે મનને વિક્ષિપ્ત કરનારા સંશયો તમને હજી હેરાન કરી શકે?
મને શાંતિએ ઘેરી લીધે. ભેમિયા તરફ ફરીને મેં ઉત્તર આ :
“ના. અત્યારે મારે કશું જ નથી પૂછવું. બીજી વાર...'
મને હવે લાગ્યું કે મહર્ષિ પોતે નહિ પરંતુ ઉત્તેજિત રીતે વાત કરતું નાનું સરખું ટોળું મારા અહીં આવવા સંબંધમાં ડાક સ્પષ્ટીકરણની આશા રાખી રહ્યું છે. મારા ભોમિયાના કહેવા પરથી મને સમજાયું કે એમાંના મૂઠીભર લેકે જ અહીં રહેનારા શિષ્યો છે, અને બાકીના તે આજુબાજુના દર્શનાર્થીઓ છે. એ પછી તે મારા ભોમિયાએ પોતે જ ઊઠીને મારો પરિચય આપ્યો. ભેગા થયેલા શ્રેતાઓને બધું સમજાવતી વખતે એમણે પ્રાણવાન તામિલ ભાષામાં અનેક હાવભાવ સાથે બોલવા માંડયું. એમનું સ્પષ્ટીકરણ સત્યની સાથે દંતકથાના મિશ્રણવાળું છે એવી ભીતિ મારામાં પેદા થઈ, કારણકે એને સાંભળનારા આશ્ચર્યના ઉદ્ગાર કાઢી રહ્યા હતા.
બારની જનવિધિ પૂરી થઈ. મધ્યાહન પછીનું ટેમ્પરેચર મેં પહેલાં કદી પણ ન અનુભવેલી ડિગ્રીએ સૂર્યે નિર્દયતાપૂર્વક પહોંચાડી દીધું. વિષુવવૃત્તથી બહુ દૂરના અક્ષાંશ પર અમે નહોતા. ભારતમાં પ્રવૃત્તિપરાયણતાને ન પ્રકટાવનારું હવામાન પેદા કરવા માટે મને આભાર માનવાનું મન થયું, કારણ કે મોટા ભાગના લેકે ઘટીદાર ઝાડીઓમાં શાંતિ મેળવવા ચાલ્યા ગયેલા મહર્ષિની પાસે