________________
અરુણાચલની તળેટીમાં
૨૧૧
કરવા માંડયો, તે છતાં એ તે તદ્દન શાંત જ રહ્યા. મારી હાજરી કે મારા અસ્તિત્વની પણ જાણે કે ખબર ન હેાય એવી રીતે. એ અસીમ શાંતિમાં એક પહેલવહેલા પરપેાટા પેદા થયેા. કાઈએ મારી પાસે આવીને મારા કાનમાં કહેવા માંડયું : - તમે મહર્ષિને પ્રશ્ન પૂછવા નહેાતા માગતા ?’
<
એવુ કહેનારા મારા પહેલાંના ભેમિયાની ધીરજ કદાચ ખૂટી ગઈ હશે. કદાચ એમણે એવું પણ માન્યું હોય કે મારા જેવા અધીરા અંગ્રેજની ધીરજની હદ આવી ગઈ છે. અક્સાસ, મારા જિજ્ઞાસુ મિત્ર ! હું અહીં ખરેખરું કહું તે તમારા ગુરુને પ્રશ્નો પૂછવાના ઉદ્દેશથી જ આવેલે. પર ંતુ હવે તે...મારી પેાતાની તથા સમસ્ત સંસારની સાથે હું શાંતિના અનુભવ કરી રહ્યો છું ત્યારે પ્રશ્નો પૂછીને મારે મારું માથું શું કામ દુ:ખવવું જોઈએ ? મારું આત્માનું વહાણુ એની નાંગરવાની જગ્યાએથી આગળ વધવાના આરંભ કરતું હેાય એવું હું અનુભવી રહ્યો છું. એક અદ્ભુત સાગર એળંગવાની રાહ જોઈ રહ્યો છું. હવે જ્યારે મેં સર્વોત્તમ સાહસ કરવાની તૈયારી કરી છે ત્યારે દુનિયાના કાલાહલવાળા બંદર પર તમે મને પાછા ખેચવા માગેા છે?
પરંતુ આખરે એ મેાહિનીનો અંત આવ્યેા. એકાએક આવી પડેલે એ વિક્ષેપ સૂચક હોય તેમ, જમીન પરથી ઊડીને લેાકા હૉલમાં ફરવા લાગ્યા, એમના શબ્દો કાને અથડાયા, અને સૌથી મોટું આશ્ચર્યાં તો એ થયુ કે મહર્ષિની કાળી ઘઉંવર્ણી આંખ પણ એકાદ બે વાર હાલી ઊઠી. એમનું મસ્તક ફ', મેાઢું ધીરેથી, ખૂબ ધીરેથી, ફરવા માંડયુ, તે જરાક નીચે નમ્યું. થાડીક વધારે પળે પસાર થઈ, અને મારા પર એમની દૃષ્ટિ પણ પડી રહી. મહર્ષિની રહસ્યમય આંખ મને પહેલી જ વાર જોવા લાગી. એમની લાંખી સમાધિમાંથી એ હવે જાગ્રત થયા છે એ સ્પષ્ટ થયું.
મેં કાઈ જાતનો જવાબ ન આપ્યા તેથી મારા ભોમિયાએ, મે' એમના શબ્દો સાંભળ્યા નથી એમ માનીને, પેાતાના પ્રશ્નનું જોરથી