________________
૨૧૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મારી તરફ વહેવા માંડી છે, મારા અંતરના અંતરમાં ઊંડી શાંતિ ફેલાવા લાગી છે, અને વિચારોથી શ્રમિત થયેલા મારા મનને કાંઈક વિશ્રાંતિને અનુભવ થવા માંડ્યો છે.
મારી જાતને અવારનવાર પૂછેલા પ્રશ્નો અત્યારે કેટલા નાના લાગે છે ! વીતેલાં વરસોની સ્મૃતિ પણ કેટલી ક્ષુલ્લક લાગે છે ! મને એકાએક એ સ્પષ્ટ રીતે સમજાયું કે બુદ્ધિ પિતાના પ્રશ્ન પિતાની મેળે જ પેદા કરે છે અને પછી એમને ઉકેલ કરવાની મુશ્કેલી અનુભવે છે. બુદ્ધિને આજ લગી આટલું બધું મહત્ત્વ આપનારા મનમાં એ ભાવ પેદા થાય એ ખરેખર નવાઈ જેવું હતું.
બે કલાક પૂરા થયા ત્યાં સુધી ધીમે ધીમે વધતી જતી શાંતિને હું અનુભવ કરતો રહ્યો. વખત વિતવાને પરિણામે મને કશી ઉત્તેજના ન થઈ, કારણકે મનદ્વારા પેદા કરાયેલી સમસ્યાઓની સાંકળ તૂટવા લાગી અને દૂર ફેંકાઈ ગઈ એ મને અનુભવ થયો. ધીમેધીમે એક બીજો પ્રશ્ન મને વીંટી વળ્યા :
ફૂલ પિતાની પાંખડીઓમાંથી ફોરમ ફેલાવે તેવી રીતે મહર્ષિ આત્મિક શાંતિની સુવાસ છેડી રહ્યા છે?”
આધ્યાત્મિકતાને સમજવાની મારામાં પૂરેપૂરી યોગ્યતા છે એવું મેં નથી માન્યું. છતાં પણ બીજા માણસો માટે મારી અંગત પ્રતિક્રિયા થતી રહી છે. મહર્ષિના વ્યક્તિત્વની મારા પર થયેલી પ્રતિક્રિયા એ હતી કે મારી અંદર એક પ્રકારની અદ્ભુત શાંતિને આવિર્ભાવ થયો છે એવો આભાસ મારી આજુબાજુની અત્યારની ભૌગોલિક પરિસ્થિતિને આભારી છે. મારા અશાંત અંતરાત્માને આવૃત્ત કરતી એ શાંતિ, આત્માની કઈ વિશેષ શક્તિ અથવા અજ્ઞાત માનસિક સંદેશ પહોંચાડવાના ક્રમઠારા, એમની પાસેથી મારી પાસે આવી રહી છે કે કેમ એવો વિચાર પણ મેં