________________
અરુણાચલની તળેટીમાં
૨૦૯
સિવાયના બીજા બધાના અસ્તિત્વને ભૂલી ગયા. એમની આગળ પડેલા લાકડાના નકશીકામવાળા નાના ટેબલ પરનાં મેં અણુ કરેલાં ફળ પણ એમ ને એમ જ પડી રહ્યાં હતાં.
'
પેાતાના ગુરુની મુલાકાત પેલા મૌનવ્રતધારી સંતપુરુષની મુલાકાત જેવી જ થશે એવી ચેતવણી મારા ભામિયાએ મને નહેાતી આપી. સંપૂણ ઉદાસીનતાપૂર્વક થયેલું મારું આ વિચિત્ર સ્વાગત એકાએક જ આવી પડયું. કાઈ પણ અંગ્રેજના મનમાં સૌથી પહેલા વિચાર તા એ પેદા થાય કે આ પુરુષ પેાતાના ભક્તોને લાભ પહેાંચાડવા માટે આવી રીતે બેસી રહ્યા છે? ’ મારા મનમાં પણ એવા વિચાર એકાદ બે વાર આવી ગયા. પરંતુ મેં તેને તરત જ કાઢી નાખ્યા. મારા ભેામિયાએ મને માહિતી નહોતી આપી કે એમના ગુરુ સમાધિમાં ડૂબી જાય છે. તાપણુ એ સાચેસાચ ધ્યાનની ઊંડી શામાં કે સમાધિમાં હતા. બીજો વિચાર મારા મનમાં એ આવ્યા કે ધ્યાનની આ ગહન અવસ્થા નિરર્થક શૂન્યતા સિવાય વધારે કશું જ નથી ?’ એ વિચાર ટકો પણ લાંખા, પરંતુ મારાથી એના ઉત્તર આપી શકાય તેમ ન હોવાથી, મે' એને મૂકી દીધા.
"
એ પુરુષમાં એવું કશુંક જરૂર હતું જેણે લેહચુંબક જેવી રીતે પેાલાદના ટુકડાને ખેંચે તેવી રીતે મારું ધ્યાન ખેંચી રાખ્યું. મારી દિષ્ટ હું એમનાથી દૂર નહોતા ફેરવી શકતા. આરંભનું મારું આશ્ચર્ય, અથવા મારી પૂરેપૂરી અવજ્ઞા થઈ છે એવા વિચારને પરિણામે પેદા થયેલી વ્યગ્રતા, વાતાવરણનું અદ્ભુત જાદુ મારા પર પથરાવા માંડયું તેમતેમ, ધીમેથી દૂર થઈ. એ અસાધારણ દસ્યના બીજા કલાકમાં તે મારા મનમાં એક પ્રકારનું શાંત, પ્રતીકાર વિનાનું, પરિવર્તન થઈ રહ્યું છે એવા મને અનુભવ થયેા. ટ્રેનમાં કાળજીપૂર્વક તૈયાર કરેલા મારા પ્રશ્નો એક પછી એક પડતા મુકાયા. કારણ કે એ પ્રશ્નો પુછાય કે નહિ, અને મને આજ સુધી સતાવતી સમસ્યાઓના ઉકેલ થાય કે નહિ, એનેા વધારે અમને ન દેખાયા. મને એટલું જણાવા લાગ્યું કે શાંતિની એક સ્થિર નદી