________________
૨૦૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પંખે નાખવાનું શરૂ કરીને ત્યાંની નીરવતામાં ભંગ પાડ્યો. પંખો લાકડાના પાટડા સાથે લગાડેલે અને સંતના મસ્તકની બરાબર ઉપર લટકાવવામાં આવેલ હતા. ત્યાં બેઠેલા પુરુષનું ધ્યાન ખેંચવાની ઈચ્છાથી એમની આંખમાં મારી દૃષ્ટિને સ્થિર કરીને પંખાનો સંવાદી શબ્દ મેં સાંભળવા માંડ્યો. એ આંખ કાળીશી, મધ્યમ કદની અને ખુલ્લી હતી.
મારી હાજરીની ખબર હોય તોપણ, એની એમણે ખબરેય પડવા ન દીધી કે કોઈ સૂચના પણ ન આપી. એમનું શરીર એકદમ શાંત અને પૂતળા પેઠે અચળ હતું. એમની આંખ કાઈ દૂરના પ્રદેશમાં સ્થિર થઈ હોવાથી, મારી આંખ સાથે એક વાર પણ ન મળી. એ દશ્ય મને કશાકની આશ્ચર્યભરી યાદ આપનારું લાગ્યું. મેં એવું દશ્ય બીજે ક્યાં જોયેલું ? મારા સ્મરણપટ પર સંઘરાયેલાં ચિત્રો મારી આગળ એક પછી એક હાજર થવા માંડ્યાં, અને છેવટે પેલા મૌનવ્રતધારી સંતની આકૃતિ મારી મનની આંખ આગળ આવીને ઊભી રહી : એ તપસ્વીની આકૃતિ જેમની મુલાકાત મેં મદ્રાસ પાસેની એકાંત કુટિરમાં લીધેલી, અને જેમને શરીર પથ્થરમાંથી કોરી કાઢેલી પ્રતિમા જેવું અચળ દેખાતું. મહર્ષિના શરીરની અચળતા એની સાથે આબેહૂબ મળતી આવતી હતી.
માણસની આંખ એના આત્માનું પ્રતિબિંબ પાડે છે એ મારે પ્રાચીન સિદ્ધાંત છે. પરંતુ મહર્ષિની આંખ આગળ હું લાચાર બની ગયે, આશ્ચર્યચકિત થયે, ને ગભરાયે.
મિનિટ કહી ન શકાય એટલી બધી ધીમેથી પસાર થવા લાગી. દીવાલ પર લટકતા આશ્રમના ઘડિયાળમાં અર્ધો કલાક પૂરે થયે. વળી વખત વિતવા લાગ્યો અને એક કલાક થઈ ગયો. તે છતાં હાલમાં કોઈ પણ હાલતું ચાલતું ન દેખાયું, અને કોઈએ બેલવાની હિંમત પણ ન કરી. મારી સ્થિર થયેલી દષ્ટિને લીધે હું એક એવી અવસ્થાએ પહોંચી ગયું કે કેચ પરની શાંત આકૃતિ