________________
અરુણાચલની તળેટીમાં
૨૦૭
વખતે અભિનંદનના શબ્દ કહેવા, બારી તરફ શાંતિપૂર્વક જઈને એમની આગળ મારી ભેટ મૂકીને, એકાદ બે પગલાં પાછાં ભરીને મેં એમની તરફ જોવા માંડયું.
એમના કોચની આગળ પિત્તળની નાનીસરખી સગડી હતી. એને સગળતા કેલસાથી ભરવામાં આવેલી હતી. એમાંથી આવતી માદક સુવાસ પરથી લાગતું હતું કે અંગારામાં કોઈ સુગંધીદાર દ્રવ્ય નાખવામાં આવ્યું છે. એની બાજુમાં એક ધૂપદાનીમાં અગરબત્તી સળગતી હતી. એના ધુમાડાની રેખા ઉપર ઊઠીને હવામાં તરવા માંડતી. પરંતુ પેલી તીવ્ર સુવાસ તે જુદી જ તરી આવતી
પાતળી સુતરાઉ કામળી વાળીને જમીન પર બિછાવીને હું નીચે બેઠો, ને કાચ પર વિચિત્ર રીતે બેઠેલી એ શાંત વ્યક્તિ તરફ આશાપૂર્વક જોવા લાગ્યો. મહર્ષિનું શરીર એના પરના એક નાના પાતળા કટિવસ્ત્ર સિવાય મોટે ભાગે નગ્ન જેવું હતું, પરંતુ એવું તે આ બાજુના પ્રદેશમાં સામાન્ય રીતે દેખાતું હોય છે. એમની ચામડી સહેજ તામ્રવર્ણી છતાં સામાન્ય દક્ષિણ ભારતીયની ચામડીની સરખામણીમાં ઊજળી હતી. એ ઊંચા મનુષ્ય છે અને એમની ઉંમર પચાસની અંદર છે એવું અનુમાન થયું. નજીકનજીક ઉગેલા ભૂખરા વાળથી ઢંકાયેલું એમનું મસ્તક સુદઢ હતું. કપાળ ઊંચું તથા વિશાળ હતું, અને એથી એમની બૌદ્ધિક વિશેષતા દેખાઈ આવતી હતી. એમનાં લક્ષણે ભારતવાસી કરતાં અંગ્રેજને વધારે મળતાં આવતાં હતાં. એવી પ્રાથમિક છાપ મારા પર પડી રહી.
કાચ પર સફેદ તકિયા પડેલા હતા અને મહર્ષિના પગ નીચે અત્યંત સુંદર અથવા દેખાવડું વ્યાઘ્રચર્મ પાથરવામાં આવેલું.
હોલમાં ટાંકણી પડે તે પણ સંભળાય એવી શાંતિ હતી. અમારા આગમનની ખબર ન હોય તેમ સંતપુરુષ સંપૂર્ણ શાંત, અચળ
ને એકદમ સ્વસ્થ રહ્યા. એક કાળી ચામડીવાળો શિષ્ય કાચની *ીજી બાજુએ જઈને જમીન પર બેસી ગયો, એણે દોરડું ખેંચીને