________________
૨૦૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
કીમતી સફેદ રેશમી કફની પહેરેલી હતી. એ અમારી તરફ જિજ્ઞાસાભરી દૃષ્ટિથી જોઈ રહ્યા. એમના આશ્ચર્યથી આનંદ પામતાં મારા સાથીએ હસવા માંડયું. એમની પાસે પહોંચીને એણે તામિલમાં કશુંક કહ્યું પણ ખરું. એને લીધે એમના ચહેરા પરના ભાવ એકદમ બદલાઈ ગયા. એમણે એકસાથે સ્મિત કર્યું અને મારી તરફ પ્રસન્નતાપૂર્વક જોવા માંડયું. એમના ચહેરા પરના ભાવ મને ગમી ગયા.
ભગવી કફનીવાળા સાધુએ “હવે આપણે મહર્ષિના હોલમાં જઈએ' એમ કહીને મને એમની પાછળ જવાની સૂચના કરી. હોલની બહારની પથ્થરની એાસરીમાં ઊભા રહીને મેં મારા બૂટ કાઢી નાખ્યા. ભેટ આપવા માટે આણેલ ફળને નાનકડો જથ્થો લઈને મેં ઉઘાડા બારણમાં પ્રવેશ કર્યો.
વીસેક મનુષ્યની દૃષ્ટિ અમારા પર ફરી વળી. એ મનુષ્ય રાતી લાદીવાળી જમીન પર અર્ધગોળાકારમાં બેઠા હતા. બારણાની જમણી તરફના દૂરના ખૂણુથી થોડેક દૂર એ બધા માનપૂર્વક ટોળે વળીને બેઠેલા. અમારા પ્રવેશ પહેલાં પ્રત્યેકની દૃષ્ટિ એ ખૂણા તરફ મંડાયેલી હતી. એકાદ ક્ષણ માટે મેં એ તરફ જોયું તે ત્યાં લાંબા સફેદ કાચ પર કેઈક પુરુષ બેઠેલા. એમને જોઈને મારી ખાતરી થઈ કે એ મહર્ષિ પતે છે.
મારા ભોમિયાએ કાચની પાસે જઈને જમીન પર લાંબા થઈને પ્રણામ કર્યા, અને બે હાથ જોડીને આંખ ઢાંકી દીધી.
દીવાલ પૂરી થતી હતી ત્યાંની ઊંચી મેટી બારીથી કાચા ડાંક ડગલાં જ દૂર હતો. મહર્ષિના શરીર પર ચોખો પ્રકાશ પડતો હતે. એમના શરીરને સારી પેઠે જોઈ શકાતું ઃ કારણ કે જે સવારે અમે જે દિશામાંથી આવ્યા તે જ દિશામાં એ બારીમાંથી, બહાર જતા, દષ્ટિ સ્થિર કરીને બેઠા હતા. એમનું મસ્તક સ્થિર હતું. એટલે એમનું ધ્યાન ખેંચવા અને ફળની ભેટ ધરતી