________________
અરુણાચલની તળેટીમાં
૨૦૫
એ નાનકડી દંતકથા સાંભળીને મારાથી હસ્યા વિના ના રહી શકાયું. એ કેટલી બધી સરળ અથવા નિખાલસ હતી ?
આખરે મને જણાયું કે અમે મહર્ષિના આશ્રમની પાસે આવી પહોંચ્યા છીએ. રસ્તાની એક બાજુએ વળીને એક સામાન્ય માર્ગ પરથી પસાર થઈને અમે નાળિયેરી અને આંબાનાં વૃક્ષોનાં ઝુંડની પાસે પહોંચી ગયા. એને ઓળંગીને આગળ વધતાં એ માર્ગ એક ખુલ્લા દરવાજા પાસે આવીને પૂરે થયો. ગાડીવાળાએ નીચે ઊતરીને દરવાજાને પાછો ધકેલ્યો અને પછી અમને મોટા કાચા ચોકમાં હાંકી ગયે. અક્કડ થઈ ગયેલાં અંગોને છૂટાં કરીને, નીચે જમીન પર ઊતરીને મેં આજુબાજુ જોવા માંડયું.
મહર્ષિનું એ આશ્રયસ્થાન આગળના ભાગમાં નજીક ઊગેલાં વૃક્ષો ને ગીચ ઝાડીવાળા બગીચાથી ઘેરાયેલું હતું. પાછળ તથા બાજુ પર છોડ તથા થોરની વાડ હતી, અને દૂર પશ્ચિમ તરફ ગીચ જંગલ અથવા વન હતું. એની સ્થાપના અત્યંત રમણીય રીતે પર્વતની તળેટીના નીચેના ભાગમાં કરવામાં આવેલી હતી. એ એકાંત અલગ જગ્યા ધ્યાનમાર્ગને ઉત્તમોત્તમ અભ્યાસ કરનારને માટે સુયેગ્યદેખાતી.
ચેકની ડાબી બાજુએ ઘાસના છાપરાવાળાં બે મકાન હતાં. એમની નજીકમાં એક અદ્યતન ઢબનું, લાંબું મકાન હતું. એનું લાલ નળિયાંવાળું છાપરું ઉપરનાં નેવાં તરફ ઝૂકેલું હતું. એના આગળના ભાગમાં નાની એાસરી હતી.
ચેકની વચ્ચેના ભાગમાં મોટો કૂવો હતો. ત્યાં એક છોકરે જોવા મળે. કમર સુધી ઉઘાડા શરીરવાળો, કાળી શાહી જેવી ચામડીવાળા, એ છેકરે કરકર અવાજ કરતી ગરગડીની મદદથી ધીમેથી પાણીની બાલદી કાઢતો હતો.
અમારા આગમનને અવાજ સાંભળીને મકાનમાંના થોડાક માણસો ચોકમાં આવ્યા. એમનો પહેરવેશ તદ્દન જુદે હતે. એકની કમર પર ફાટેલે -તૂટેલે કપડાને ટુકડે વીંટેલું હતું, પરંતુ બીજાએ