________________
૨૦૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એ નામને કઈ અર્થ છે ખરો?” એમને પ્રશ્ન કર્યો. “એનો અર્થ મેં તમને હમણું જ કહી બતાવ્યો. એમણે સસ્મિત ઉત્તર આપ્યોઃ “અરુણાચલમાં અરુણ અને અચલ નામના બે શબ્દો છે. એમને અર્થ લાલ પર્વત થાય છે. અને મંદિરના મુખ્ય દેવતાનું નામ પણ એ જ હોવાથી, એનો પૂરે અર્થ પવિત્ર લાલ પર્વત એ કરવાને છે.”
તો પછી પવિત્ર દેવતાની વાત ક્યાંથી આવી?”
મંદિરના પૂજારીઓ વરસમાં એક વાર મોટો ઉત્સવ કરે છે. મંદિરમાં એ ઉત્સવ કરવામાં આવે છે ત્યારે, એ વખતે પર્વતની
ચ પર અગ્નિ જગાવવામાં આવે છે. એની જવાળામાં કપૂર તથા આપણને મોટો જથ્થો નાખવામાં આવે છે. એ દિવસો સુધી બન્યા કરે છે અને ફરતા કેટલાય માઈલથી જોઈ શકાય છે. એને જોનાર તરત જ એને પ્રણામ કરે છે. એના પરથી એવી પ્રતીતિ થાય છે કે આ પર્વતની જગ્યા પવિત્ર છે અને એમાં કોઈ મહાન દેવતા વાસ કરે છે.”
ટેકરી હવે અમારા મસ્તક પર આવી પહોંચી. લાલ, ભૂખરા ને રાખડી રંગવાળું એ એકાંત પર્વતશિખર પિતાના મસ્તકને આકાશમાં હજારો ફીટ ઉપર ઉઠાવીને કૈક અસભ્ય રીતે વિભવી બનીને ઊભું હતું. સાધુપુરુષના શબ્દની મારા પર અસર થવાથી કે કેઈ બીજા કારણથી, એ પવિત્ર પર્વતના ચિત્રનું ધ્યાન કરવાથી અને અરુણાચલની સીધી ચડાઈ તરફ આશ્ચર્યભર્યો દષ્ટિપાત કરવાથી, મારી અંદર સન્માનની એક ભયમિશ્રિત વિચિત્ર લાગણી પેદા થઈ.
તમને ખબર છે ?” મારા સાથીદારે કાનમાં ધીમેથી કહેવા માંડયું : “આ પર્વતને ફક્ત પવિત્ર પ્રદેશ જ નથી માનવામાં આવતો, પરંતુ અહીંની સ્થાનિક પરંપરા પરથી તે એવું જણાય છે કે દેવોએ એને જગતના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કર્યો છે.”