________________
૨૦૩
અરુણાચલની તળેટીમાં - બળદોએ દેડવા માંડયું અને ફરી વાર ખુલ્લા પ્રદેશમાં આવી પહોંચ્યા. અમારી પાસેથી પસાર થતાં દો ઘણાં સુંદર હતાં. રસ્તો લાલ ધૂળથી ઢંકાયેલો હતો. એની બંને બાજુએ નાના છોડવા તથા વચ્ચે વચ્ચે ઊંચા ઝાડનાં ઝુંડ હતાં. એની ડાળીઓમાં કેટલાંય પંખીઓ છુપાઈ રહેલાં. એમની પાંખો ફફડાટ સાંભળી શકાતો અને દુનિયામાં બધે ગવાતા એમના સમૂહગીતના છેલ્લા સ્વર પણ સાંભળવા મળતા હતા.
રસ્તા પર વચ્ચેવચ્ચે કેટલાંય સુંદર મંદિરે આવતાં. એમની સ્થાપત્યકળાની વચ્ચેનો તફાવત જોઈને મને પહેલાં તો નવાઈ લાગી, પરંતુ પાછળથી જણાયું કે એમની રચના જુદાજુદા જમાનામાં થયેલી છે. એમાંનાં થોડાંક ખૂબખૂબ શણગારેલાં, અને હિંદુ પ્રથા પ્રમાણે સારી રીતે કે તરેલા હતાં, પરંતુ મોટા ભાગનાં તે દક્ષિણ સિવાય ક્યાંય ન દેખાયેલા સપાટ થાંભલાઓને આધારે ટકી રહેલાં. બેત્રણ મંદિરે એવાં પણ હતાં જેમની રૂપરેખા કે કાતરથી ગ્રસનાં મંદિરોની યાદ અપાવતી.
સ્ટેશનથી જેની આછીપાતળી રૂપરેખા જોવા મળેલી તે પર્વતમાળાની તળેટીના પ્રદેશમાં પહોંચ્યા ત્યારે મને લાગ્યું કે અત્યાર સુધી આશરે પાંચથી છ માઈલની મુસાફરી થઈ ચૂકી છે. સવારના ચાખા સૂર્યપ્રકાશમાં એ પર્વતમાળા રતૂમડા ભૂખરા રંગના રાક્ષસ જેવી દેખાતી. ધુમ્મસ હવે હઠી ગયું હોવાથી ઉપરનું વિશાળ શ્રેમ સ્પષ્ટ દેખાયું. એની સાથે જ પર્વતમાળા પણ જોઈ શકાઈ. રતુમડી જમીન અને ભૂખરા પથ્થરવાળી એ એકાંત પર્વતમાળા મોટે ભાગે ઉજજડ હતી; એનો મોટા ભાગનો પ્રદેશ ઝાડ વગરનો અને અવ્યવસ્થિત રીતે આમતેમ પડેલા પથ્થરના જથ્થાઓમાં વહેંચાયેલ હતો.
અરુણાચલ ! પવિત્ર લાલ પર્વત !” મારી દષ્ટિની દિશાને લક્ષમાં લઈને મારા સાથીદારે ઉદ્ગાર કાઢયા. એમને વદન પર સન્માનની ઉજજવળ રેખા ફરી વળી. કેઈક મધ્યકાલીન સંતની પેઠે કામચલાઉ વખતને માટે એ જાણે કે ભાવસમાધિમાં ડૂબી ગયા.