________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એવી રીતે નાનું શહેર આવ્યું ત્યાં સુધી અમે સફર કર્યા કરી. એનાં મકાને સમૃદ્ધ દેખાયાં, એ મકાના એક વિશાળ ઊંચા મંદિરની બંને બાજુની શેરીઓમાં બધાયેલાં હતાં. મારી ભૂલ ન થતી હાય તા મદિર બે ફર્લાંગ લાંબું હતું. એના એક વિશાળ પ્રવેશદ્વાર પાસે પહેાંચીને એની સ્થાપત્યકળાની ભવ્યતાના ઊડતા ખ્યાલ કરી જોયા. અમે એકાદ બે મિનિટ ત્યાં રોકાયા તે દરમિયાન એ જગ્યાની ઉપલક ઝાંખી કરવા મેં અંદર ડેાકિયુ. યુ. એના કદની જેમ એની અદ્ભુતતા પણ નવાઈ પમાડે તેવી હતી. એવું સ્થાપત્ય મેં પહેલાં કદીય જોયું નહોતું. ભૂલભૂલામણી જેવા લાગતા અંદરના મેટા ભાગ વિશાળ ચેારસથી વીંટળાયેલા હતા. મને લાગ્યું કે આજુબાજુની ચારે ઊંચી દીવાલા સૂના તીખા તાપમાં સૈકાઓ સુધી તપી તથા રંગાઈ હશે. પ્રત્યેક દીવાલને એકેક પ્રવેશદ્વાર હતું, અને એની ઉપર ભવ્ય દેવાલય જેવા દેખાવ કરવામાં આવેલા હતા. એને જોઈને શણગારેલા શિલ્પવાળા પિરામિડની સ્મૃતિ થઈ આવતી. એના નીચેનેા ભાગ પથ્થરના બનાવેલા હતા પરંતુ ઉપ૨ના ભાગ ઈંટા પર ભારેખમ પ્લાસ્ટર કરેલા હેાય એમ લાગતું. એ દેવાલય કેટલાય માળમાં વહેંચી નાખવામાં આવેલું હતું. અને એની સપાટી પર ભાતભાતની અનેક આકૃતિએ દારવામાં આવેલી હતી તેમ જ કાતરણી કરેલી હતી. એ ચાર પ્રવેશદ્વાર ઉપરાંત મદિરની અંદર બીજા પાંચ દ્વાર જોઈ શકાતાં હતાં. રૂપરેખાની દૃષ્ટિએ જોતાં ઇજિપ્તના પિરામિડાને એ મળતાં આવતાં અને એમની સ્મૃતિ કરાવતાં.
२०९
લાંબા છાપરાવાળા મઠના ભાગ પર, પથ્થરના અસંખ્ય થાંભલા પર, વચ્ચેના મેટા ખુલ્લા ભાગ પર, ઝાંખાં મદિરા તથા અંધારી પરસાળ પર તેમ જ બીજા અનેક નાનાં મકાનો પર મેં છેલ્લી નજર નાખી જોઈ, અને નજીકના ભવિષ્યમાં એ રસિક સ્થળનું નિરીક્ષણ કરવાની મનોમન નોંધ કરી.