________________
અરુણાચલની તળેટીમાં
૨૦૧
* *
, ટીપેલા કાંસાના રંગના મેઢાવાળા અમારા ગાડીવાળાને બળદે માટે ઘણું ગૌરવ હતું. એમનાં લાંબાં સુંદર અણિયાળાં શીંગડાં સુંદર ઘરેણાંથી શણગારવામાં આવ્યાં હતાં, અને એમના પાતળા પગે પિત્તળની રણકાર કરતી ઘંટડીઓ બાંધેલી. એમના નાકમાં નાખેલી નાથની મદદથી એમને હાંકવામાં આવતા હતા. એમના પગ ધૂળિયા રસ્તા પર પ્રસન્નતાથી પડતા હતા અને નજીક આવતી જતી સવારનું હું નિરીક્ષણ કરતો હતો.
અમારી ડાબી ને જમણી બંને બાજુએ સુંદર અથવા આકર્ષક પ્રદેશ જોવા મળતો. એ પ્રદેશ કેવળ ઉજજડ મેદાની પ્રદેશ નહોતે, કારણ કે ક્ષિતિજ પર જયાં જયાં નજરે પડતી ત્યાં અવારનવાર નાની ટેકરીઓને ઊંચા ભાગનું પણ દર્શન થતું. થરના છેડની વાડની વચ્ચેની આજુબાજુનીલમના જેવાં દેખાતાં થોડાં ડાંગરનાં ખેતરે જોવા મળતાં.
પરિશ્રમથી ભરેલા ચહેરાવાળા ખેડૂત અમારી પાસેથી પસાર થ. એ ખેતરમાં કામ કરવા જતો હતો. થોડી વારમાં માથે પિત્તળને ઘડો મૂકીને આવતી કાઈક છોકરી સામી મળી. એના શરીર પર લાલ રંગના વસ્ત્ર વિના બીજું કાંઈ જ નહોતું. એના ખભા ઉઘાડા હતા. એને નાકે લાલ રંગની નથની હતી, અને હાથે સવારના ઝાંખા સૂર્યપ્રકાશમાં ચળકતી પાંચી હતી. બ્રાહ્મણ અને મુસલમાન સિવાયના આ બાજુના મોટા ભાગના નિવાસીઓની જેમ તે પણ દ્રાવિડ છે એવું એની ચામડીની કાળાશ પરથી કહી શકાતું. એ દ્રાવિડ છોકરીઓને સ્વભાવ મોટે ભાગે આનંદી ને સુખી હોય છે, એમના પ્રદેશની સ્ત્રીઓ કરતાં તે વધારે વાચાળ અને વિશેષ મધુર સ્વરવાળી હોય છે.
કરી અમારી તરફ આશ્ચર્યચકિત થઈને નિષ્કપટ ભાવે જેવા માંડી. એના પરથી મેં અનુમાન કર્યું કે અંગ્રેજો આ અંદરના પ્રદેશની મુલાકાત ભાગ્યે જ લેતા હશે.