________________
२००
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
શક્યો તે જોવાનો મેં પ્રયાસ કરી જોયો. સવારના ધુમસને પેલે પાર, દેખીતી રીતે જ ચેડાક માઈલ દૂર એકાંત પર્વતમાળાની આછીપાતળી આકૃતિ દેખાઈ. એની તળેટી ઘણી આકર્ષક લાગી, કાયા પણ સારી પેઠે વિસ્તરેલી દેખાઈ, પરંતુ વહેલી સવારના ધુમસથી ખૂબ ખૂબ ઢંકાયેલું હોવાથી એનું મસ્તક કે શિખર ના જઈ શકાયું.
મારા માર્ગદર્શકે બહાર જવાનું સાહસ કરીને બળદગાડીમાં ઘસાટ ઊંઘતા કોઈ માણસને શોધી કાઢયો. એકાદ બે બૂમે પાડવાથી એ જાગી ગયો, અને પોતાને કરવાના કામની ખબર એને પડી ગઈ. અમારા ગંતવ્યસ્થાનની માહિતી મળતાં એ અમને બળદગાડીમાં બેસાડવા તૈયાર થયે. બે પૈડાંને આધારે તૈયાર કરેલા વાંસના ચંદરવાવાળા એના એ સાંકડા સાધન તરફ મેં શંકાશીલ નજરે જોવા માંડયું. આખરે અમે મુશ્કેલીને અનુભવ કરતાં ઉપર ચડી ગયા, અને ગાડીવાળાએ અમારી પાછળ સામાન ગઠવ્યો. પેલા સાધુપુરુષ એક વ્યક્તિને જેટલી ઓછામાં ઓછી જગ્યા જોઈએ એટલી ઓછી જગ્યામાં બેસી ગયા. ચંદર નીચો હોવાથી નીચો નમીને હું પગને લટકતા રાખીને બેસી ગયે. ગાડીવાળો બંને , બળદની વચ્ચેના લાકડાના દાંત પર, હડપચીને ઘૂંટણે લગાડીને બેસે તેમ બેઠે, અને જગ્યાનો પ્રશ્ન એવી રીતે ઓછાવત્તા પ્રમાણમાં સંતોષકારક રીતે ઊકલી ગયા પછી અમે એને આગળ વધવા જણાવ્યું.
બંને મજબૂત બાંધાના, નાના, સફેદ બળદને રસપ્રદ પ્રયાસ છતાં અમારો વેગ ઘણે ધીમે હતે. ભારતના અંદરના ભાગમાં એ સુંદર પ્રાણીઓ ઘણું ઉપયોગી નીવડે છે, કારણ કે ઘોડા કરતાં ગરમી સહન કરવામાં એ વધારે શક્તિશાળી છે અને એમને ખોરાક પણ ઘોડાના ખોરાકની સરખામણીમાં વધુ ખર્ચાળ નથી હોતો. શાંત ગામડાં તથા નાના શહેરાના રિવાજે સૈકાઓ વીતવા છતાં વધારે નથી ‘બદલાયા. ઈસવી સન પૂર્વે ૧૦૦ વરસ દરમિયાન મુસફરને એક સ્થળમાંથી બીજા સ્થળમાં લઈ જતાં બળદગાડાં બે હર વરસ પછી આજેય એને લઈ જવાનું કામ કરી રહ્યાં છે.