________________
અરુણાચલની તળેટીમાં
- ૧૯૯
પર્વતીય આશ્રમ તરફ શા માટે આગળ વધી રહ્યાં છે? ભગવા ઝભ્ભાવાળા બે પુરુષોએ ભાગ્યના દૂત બનીને મારી નીરસ દષ્ટિને મહર્ષિની દિશામાં વાળવાનું શા માટે ઉચિત માન્યું ? ભાગ્ય શબ્દનો પ્રયોગ હું કઈ સામાન્ય અર્થમાં નહિ પરંતુ બીજે વધારે સુંદર શબ્દ ન મળવાથી જ કરી રહ્યો છું. મારા ભૂતકાળના અનુભવે મને શીખવ્યું છે કે દેખીતી રીતે મહત્વની ન લાગતી ઘટનાએ મનુષ્યની જિદગીના ઘડતરમાં અણધાર્યો ભાગ ભજવતી હોય છે.
ભારતમાંના ફ્રેંચ સંસ્થાનના નાના સરખા અવશેષ જેવા પંડીચેરીથી ચાળીસ માઈલ દૂર ટ્રેનમાંથી નીચે ઊતરીને અમે રેલવેને મુખ્ય માર્ગ છોડી દીધો. અંદરના ભાગમાં આશરે બે કલાક સુધી વેરાન વિશ્રામગૃહના ઝાંખા પ્રકાશમાં પ્રતીક્ષા કરી. બહારના નિર્જન પ્લેટફોર્મ પર તારાના તેજમાં અસ્પષ્ટ દેખાતા, પ્રેતને મળતા આવતા, ઊંચા શરીરવાળા પેલા સાધુપુરુષ આટા મારવા માંડ્યા. આખરે વખતે આવેલી, પાટા પર એકધારે અવાજ કરતાં આગળ વધતી ટ્રેનમાં અમે આગળ વધ્યા. ટ્રેનમાં મુસાફરે બહુ ઓછા હતા.
મને સ્વપ્નાંવાળી થોડાક વખતની સરસ ઊંઘ આવી ગઈ. છેવટે મારા સાથીદારે મને જાગ્રત કર્યો. અમે રસ્તામાં આવતા એક નાના સટેશને ઊતરી પડયા, અને ઘોંઘાટ કરતી ગાડી શાંત અંધકારમાં આગળ વધી. રાત્રી હજી પૂરી નહોતી થઈ, એટલે કોઈ પણ જાતના આરામ વિનાના, ખુલ્લા, નાના વિશ્રામગૃહમાં અમારે બેસવું પડયું. એનો નાનો દીવો પણ અમે જ સળગાવ્યું.
રાત્રીની સાથે દિવસ સપરિપણું માટે લડતો હતો તે દરમિયાન અમે ધીરપૂર્વક રાહ જોતા બેસી રહ્યા. છેવટે પરોઢને વખત થયો, અમારા એારડાની પાછળની નાની ખુલ્લી બારીમાંથી એનું આછું અજવાળું અંદર આવ્યું ત્યારે આજુબાજુને જે ભાગ જોઈ