________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૭
શકાયું. એ કઈ અવકાશમાં રહેતા પ્રેત જેવા નહોતા દેખાતા, પરંતુ નકકર માનવ હતા. એમની આજુબાજુ રહસ્યમય પ્રકાશ પથરાયેલા હતો, જે એમને આસપાસના અંધકારથી અલગ પાડતો હતો.
આવું દર્શન ખરેખર અસંભવિત હોય ? મેં એમને ચીંગલપટમાં નથી છોડયા ? એ ઘટનાની ખાતરી કરવા મેં મારી આંખને જોરથી મીંચી દીધી. છતાં કશે ફરક ન પડયો, અને એ એટલા જ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા !
એટલું કહેવું પૂરતું થશે કે એમની હાજરી મને મિત્રતાભરી તથા માયાળ લાગવા માંડી. મેં આંખ ખોલી ને ઢીલા ઝભ્ભાવાળી એ આકૃતિને જોવા માંડી.
એમને ચહેરો બદલાયો, કારણ કે હોઠ હસીને કહેવા માંડ નમ્રતા ધારણ કરે ને જે શોધો છો તે તમને જરૂર મળશે
એક જીવતી જાગતી વ્યક્તિ મને સંબોધી રહી છે, એવી લાગણી મને શા માટે થઈ ? મેં એને વધારે કાંઈ નહિ તે છે કેમ ન માની ?
એ દર્શન જેવી રહસ્યમય રીતે થયું તેવી જ રહસ્યમ વિલીન થયું. એ અસામાન્ય પ્રકારના દર્શનેથી મને સુખ સ્વસ્થતાની પ્રાપ્તિ થઈ, અને ઉત્તમ અવસ્થાને અનુભવ થયો સ્વપ્ન માનીને એની ઉપેક્ષા કરું ? એથી શો ફેર પડશે ? - એ રાતે મને વધારે નિદ્રા ન આવી. દિવસ દરમિયાન થયે મેળાપ વિશે અને દક્ષિણ ભારતની સીધીસાદી જનતાના ઈશ્વરી પ્રતિનિધિ જેવા કુંભકનમના શંકરાચાર્ય સાથેની યાદગાર મુલાકાતે વિશે વિચારો કરતાં હું જાગતો જ પડી રહ્યો.
ભા. આ. ૨. ખે. ૧૩