________________
૧૯૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
૮ ખરાખર.’
વિશાળ ઓરડામાં આવીને મેં પૂછી નાખ્યું : તમારા ગુરુ મહર્ષિ કહેવાય છે કે ?'
હવે એ અચરજ પામ્યા.
"
તમે કેવી રીતે જાણા? તમને તેની ખબર કેવી રીતે પડી?’
'
' એ વાત જવા દે. કાલે આપણે બંને એમને ત્યાં જવા
માટે પ્રસ્થાન કરીશું. હું મારા કાર્યક્રમ બદલી નાખીશ.'
:
આ સમાચાર અત્યંત આનાયક છે.’
:
પરંતુ હું ત્યાં લાંબે વખત નહિ રહી શકુ થાડા દિવસ જ રહી શકીશ.’
પછીના ખીજા અડધા કલાક દરમિયાન મેં એમને કેટલાક ખીજા પ્રશ્નો પૂછ્યા, અને પછી ખૂબ થાકેલા હેાવાથી હું સૂવા ગયા. જમીન પર પડેલી તાડપત્રની ચટાઈ પર સૂઈને સુબ્રમણ્યે સાષ માન્યા. ગાદી, ચાદર તથા કામળી તરીકે કામ આવતા જાડા સુતરાઉ કપડાથી એમણે પેાતાના શરીરને ઢાંકી દીધું, ને વધારે આરામદાયક બિછાના માટેની મારી દરખાસ્ત એમણે નકારી કાઢી.
એ પછીની જે ઘટનાની મને સ્મૃતિ છે તે એ કે મારી આંખ એકાએક ઊઘડી ગઈ. એરડામાં એકદમ અંધારું હતું. મારા જ્ઞાનતંતુ તંગ બની ગયા. મારી આજુબાજુનું વાતાવરણ વીજળીની અસરવાળી હવાથી ભરપૂર થઈ રહ્યું. ઓશીકા નીચેથી ઘડિયાળ કાઢીને એના રેડિયમથી પ્રકાશિત શરીર તરફ જોયું તે સવારના પેાણા ત્રણ વાગ્યા હતા. એ જ વખતે મારી પથારી પાસે મને કાઈ તેજસ્વી પદાર્થ દેખાયા. મેં તરત જ ખેડા થઈને એની તરફ જોવા માંડયું. મારા આશ્રય વચ્ચે મેં જોયું કે એ વદન અને સ્વરૂપ શંકરાચાર્યનું હતું. એ કાઈ પણ જાતની શંકા વગર સ્પષ્ટ રીતે જોઈ