________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૯૫
ક્ષણભંગુર ટુકડા પર માણસનું પિતાનું અસ્તિત્વ પણ એક સાધારણ ટપકાથી વધારે કશું જ નથી લાગતું, ત્યારે આત્માની અંધારી રાત્રીઓમાંથી પસાર થવાનો અર્થ શું થાય છે.
મોટરમાં બેસીને અમે તારામત્યા વાદળી આકાશની નીચેથી પસાર થતા ચીંગલપટથી બહાર નીકળ્યા. એકાએક વાતા વાયુને લીધે પાણીની સપાટી પર હાલતી તાડવૃક્ષોની ડાળીઓનો સ્વર હું સાંભળી શક્યો.
એટલામાં તે મારા સાથીદારે શાંતિનો ભંગ કર્યો. “તમે સાચેસાચ સદ્દભાગી છો!”
કેમ ?”
“કારણ કે શંકરાચાર્યે એક અંગ્રેજ લેખકને આપેલી આ પહેલી જ મુલાકાત હતી.'
“એમ?” એથી તમને એમનો આશીર્વાદ મળ્યો !”
ઘેર આવ્યો ત્યારે લગભગ મધ્યરાત્રીનો વખત થઈ ગયેલું. મેં મારા માથા ઉપર છેલ્લી નજર નાખી. વ્યોમના વિશાળ ઘુમટમાં તારાઓ અસંખ્યની સંખ્યામાં જડાઈ ગયેલા. યુરેપમાં ક્યાંય પણ એમનું દર્શન આટલા બધા પુષ્કળ પ્રમાણમાં નથી થતું. પગથિયાં પરથી દોડીને હું ઓસરીમાં ગયો, ને મારી બેટરી ધરીને ઊભો રહ્યો.
અંધકારમાંથી એક નીચી નમેલી આકૃતિએ ઊઠીને મારું સ્વાગત કર્યું.
હું આશ્ચર્યચકિત બનીને બેલી ઊઠશેઃ “સુબ્રમણ્ય ! અહીં શું કરે છે?” ભગવા ઝભાવાળા યોગીએ અટ્ટહાસ્ય કર્યું.
“મેં તમને મળવાનું વચન નહોતું આપ્યું ?” એમણે ઠપ દેતા હોય તેમ યાદ દેવડાવ્યું.