________________
ભારતને આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
એ આશ્ચર્યકારક સાંકેતિક શબ્દો સાંભળીને, બાળપણથી જેમણે પોતાનું સમગ્ર જીવન ઈશ્વરને અર્પણ કર્યું હતું એવા એ રસમય મહાપુરુષની મેં અનિચ્છાએ વિદાય લીધી. એ એક એવા ધર્મગુરુ હતા જે સર્વસ્વનો ત્યાગ કરીને સંપૂર્ણપણે નિવૃત્ત થયા હોવાથી, દુન્યવી સંપત્તિની પરવા નહોતા કરતા. જે કાંઈ ભૌતિક પદાર્થો એમને અર્પણ કરવામાં આવતા, તે બધા પદાર્થો એમની આવશ્યકતાવાળા લેકને એ તરત જ આપી દેતા. એમનું સુંદર અને નમ્ર વ્યક્તિત્વ મારા સમૃતિપટ પર ખરેખર રમતું રહેશે.
ચીંગલપટની કળાત્મક, જૂના જમાનાની સુંદરતાની ઝાંખી કરતાં મેં સાંજ સુધી એમાં ફર્યા કર્યું, અને પછી ઘેર પાછા ફરતાં પહેલાં શંકરાચાર્યનું અંતિમ દર્શન પણ કરી લીધું.
એ શહેરના સૌથી મોટા મંદિરમાં મળી શક્યા. અત્યંત નમ્ર, પાતળા, ભગવા ઝભાવાળા એ મહાપુરુષ સ્ત્રીપુરુષ તથા બાળકોના વિશાળ સમૂહને સંબોધી રહ્યા હતા. એ મોટા જનસમૂહમાં પૂરેપૂરી શાંતિ છવાયેલી હતી. એમની ભાષા હું સમજી ન શક્યો, પરંતુ એટલું તો સમજી શક્યો કે બુદ્ધિશાળી બ્રાહ્મણથી માંડીને અભણ ખેડૂત સુધીના જે સૌ ત્યાં એકઠા થયા હતા તે બધાનું ઊંડું ધ્યાન એ ખેંચી રહ્યા હતા. મને બરાબર સમજ તો ના પડી; પરંતુ એટલું અનુમાન તો હું જરૂર કરી શક્યો કે ગહનમાં ગહન વિષય પર પણ એ અત્યંત સરળ રીતે બેલતા હતા. એ એમની લાક્ષણિકતા હતી.
એમના ઉદાત્ત આત્માની કદર કરવા છતાં, એમના અસંખ્ય શ્રોતાઓની એમનામાંની સહજ શ્રદ્ધા જોઈને મને ઈર્ષા થઈ આવી. એમના જીવનમાં શંકાનાં વમળે ઊઠતાં નહોતાં. ઈશ્વર છે એવી માન્યતામાં જ એમની બધી વાતો સમાઈ જતી. એમને એ બાબતનું જ્ઞાન નહોતું કે જ્યારે જગત જંગલના ઘોર અંધકાર જેવું ભયંકર લાગે છે, ઈશ્વરનું અસ્તિત્વ પણ શૂન્યવત બની જાય છે, અને વિશાળ વિશ્વના દુનિયાને નામે ઓળખાતા આ નાનકડા