________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૯૩
તમારે ઘણોઘણે આભાર માનું છું, સ્વામીજી !” મેં કહેવા માંડયું: “પણ મને એ જ સ્થળમાંથી આવનાર એક ભોમિયો, મળે છે.”
“તો પછી તમે ત્યાં જવાના છે ?” હું અચકાય.
આવતી કાલે દક્ષિણમાંથી વિદાય થવાની બધી જ તૈયારી મેં પૂરી કરી છે. મેં અનિશ્ચિત રીતે બડબડાટ કર્યો.
એ બાબત મારી એક વિનતી છે.
મહર્ષિને મળ્યા પહેલાં તમે દક્ષિણ ભારત નહિ છોડે એવું વચન આપે.”
એમની આંખ મને મદદરૂપ થવાની નિખાલસ ભાવનાથી ભરી હતી, તે હું જોઈ શક્યો. મેં વચન આપ્યું.
એમના વદન પર માયાળુ મિત ફરી વળ્યું. નિરાશ ન થતા. તમે જેને શે છે તે તમને જરૂર મળશે.' શેરીમાં એકઠા થયેલા ટોળાને ગણગણાટ ઘરમાં ફળી વાળ્ય.
મેં તમારે ઘણો કીમતી વખત લઈ લીધો. મેં એમની ક્ષમા માગી : “એને માટે હું ખરેખર દિલગીર છું.'
શંકરાચાર્યની ગંભીર મુખાકૃતિ જરા હળવી બની. એ બહારના એરડા સુધી મારી સાથે આવ્યા ને મારા સાથીદારના કાનમાં કાંઈક કહેવા માંડ્યા. એમના વાક્યમાં હું મારું નામ સાંભળી શક્યો.
દ્વાર પાસે પહોંચીને છેલ્લા પ્રણામ કરવા હું પાછો વળે. શંકરાચાર્યે મને વિદાયને સંદેશ આપવા પાછો બેલાવ્યો
તમે મને સદા યાદ કરજે, અને હું પણ તમને સદા યાદ રાખીશ.