________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં સત્યનું અસ્તિત્વ છે. એનું દર્શન થઈ શકે છે.'
તમારી માહિતી પ્રમાણે ઊંચી જાતના યોગને પુરા આપી શકવા શક્તિમાન હોય એવા ગુરુ પાસે જવાનું તમે મને ના કહી શકે ?”
શંકરાચાર્યે થડા વખતની શાંતિ પછી પ્રત્યુત્તર આપ્યોઃ
હા, તમારી ઇચ્છા સંતોષી શકે એવા ભારતના બે મહાપુરુષોની મને માહિતી છે. એમાંના એક તો બનારસમાં વિશાળ મેદાનથી ઢંકાયેલા એક મોટા મકાનમાં વાસ કરે છે. બહુ જ ઓછા માણસોને એમને મળવાની મંજૂરી મળી શકે છે. હજુ સુધી કાઈ અંગ્રેજ એમના એકાંતવાસમાં ભંગ નથી પાડી શક્યો. હું તમને એમની પાસે મોકલું, પરંતુ મને ભય છે કે એક અંગ્રેજને પિતાના મકાનમાં પ્રવેશ કરવાની એ ના પાડશે.”
અને બીજા મહાપુરુષ?” મારી રસવૃત્તિમાં વધારો થયો.
બીજા મહાપુરુષ દક્ષિણમાં દૂર દૂર નિવાસ કરે છે. મેં એક વાર એમની મુલાકાત લીધી છે અને એ એક ઉત્તમ કોટિના સંતપુરુષ છે તેની મને ખાતરી છે. તેમને મળવા માટે હું તમને ભલામણ
એમનું નામ ?”
એ મહર્ષિ કહેવાય છે. એ ઉત્તમ આર્કીટના પ્રદેશમાં આવેલા અરુણાચલ પર્વત પર વાસ કરે છે. તમે એમને શોધી શકે તે માટે તમને પૂરેપૂરી માહિતી પૂરી પાડું ?”
મારી મનની આંખ આગળ એકાએક એક ચિત્ર આવીને ઊભું રહ્યું.
પિતાના ગુરુ પાસે જવા માટે મને વ્યર્થ સમજાવનાર પેલા પીળા ઝભ્ભાવાળા સાધુપુરુષ મારી સામે ઉભા રહ્યા. એ કઈ પર્વતમાળાનું નામ ગણગણવા લાગ્યા“અરૂણારા”