________________
૧૯૧
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
હું એમની શાંત આકૃતિ તરફ જઈ રહ્યો અને એની પવિત્રતાની પ્રશંસા કરવા લાગ્યા.
પરંતુ ધારે કે એમનામાંથી કોઈનીય અસર મારા પર પૂરતા પ્રમાણમાં ન થાય તે ?”
એવી પરિસ્થિતિમાં ઈશ્વર પોતે જ તમને દીક્ષા ન આપે ત્યાં સુધી તમારે એકલે હાથે આગળ વધવું જોઈએ. નિયમિત રીતે ધ્યાન કરે. ઉત્તમ વિષયોનું પ્રેમપૂર્વક મનન કરો. આત્માને અવારનવાર વિચાર કરો, અને એમ કરવાથી એને અનુભવ કરી શકશે. સાધના માટે સવારનો સમય સૌથી ઉત્તમ છે. બીજો ઉત્તમ સમય સાંજનો છે. એ વખતે વાતાવરણ શાંત હોય છે તેથી ધ્યાનમાં કોઈ પ્રકારને વિક્ષેપ પેદા નથી થતો.”
એ મારી તરફ સહાનુભૂતિપૂર્વક જોઈ રહ્યા. એમના દાઢીવાળા વદન પર છવાયેલી દેવી શાંતિની મને અદેખાઈ આવી. શું મારા હદયને ભયભીત કરી દેનારાં ભયંકર વાવાઝેડને અનુભવ એમને નથી થયો? મેં લાગણીવશ થઈને એમને પૂછી નાખ્યું:
“મને નિરાશા મળે તે મદદ માટે હું તમારી પાસે આવી શકું ? શંકરાચાર્યે ધીમેથી માથું ધુણાવ્યું.
હું એક જાહેર સંસ્થાને ઉપરી છું. મારો વખત મારે માટે નથી હોતે. મારી પ્રવૃત્તિ મારા સમગ્ર સમયને ભેગ માગી લે છે. વરસો સુધી મેં રાતે ફક્ત ત્રણ જ કલાક નિદ્રા લીધી છે. મારાથી
વ્યકિતગત શિષ્યો કેવી રીતે કરી શકાય ? પિતાના શિષ્યોની પાછળ પિતાનો સમગ્ર સમય લગાડી શકે એવા ગુરુની શોધ તમારે કરી લેવી જોઈએ.'
પરંતુ મને કહેવામાં આવ્યું છે કે સાચા ગુરુ દુર્લભ કે વિરલ છે. અને એક અંગ્રેજને એ ભાગ્યે જ મળી શકે.”
મારા કથન સાથે એ સંમત થયા, પરંતુ વધુમાં બેલ્યા :