________________
૧૯૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કેટલાય છે. જે કાઈક પુરા માગીએ ત્યારે પુરાવાને બદલે વાતે જ કરી શકે. મારી માગણી શું વધારે પડતી છે?”
એમની શાંત આંખ મારી આંખમાં મળી રહી.
એક મિનિટ સુધી સંપૂર્ણ શાંતિ રહી. શંકરાચાર્યો દાઢી પર આંગળી મૂકી.
ઉત્તમ પ્રકારના સાચા વેગનો પરિચય પ્રાપ્ત કરવાની જ તમારી ઈચ્છા હોય તે એ ઈચ્છી કાંઈ વધારેપડતી ન કહેવાય. તમારી પ્રામાણિકતા તમને મદદ કરશે. તમારું નિશ્ચયબળ પણ સારું છે. વધુમાં તમારી અંદર એક પ્રકારના પ્રકાશનો ઉદય થઈ રહ્યો છે. તે તમને તમે જે ચાહે છે તેના તરફ દોરી જશે. એમાં શંકા નથી.”
હું તેમને બરાબર સમજી શકે કે કેમ તે બાબત મને શંકા રહી.
“મારા પથપ્રદર્શન માટે અત્યાર સુધી મેં મારા પર જ આધાર રાખ્યો છે. તમારા કેટલાક પ્રાચીન સંતાએ કહ્યું છે પણ ખરું કે આપણી અંદરના ઈશ્વરથી જુદા બીજા ઈશ્વર નથી રહ્યા. મેં કહેવાનું સાહસ કર્યું.
અને ધીમેથી ઉત્તર આપ્યો :
“ઈશ્વર બધે રહેલા છે. એમને પિતાની જાત પૂરતા જ સીમિત કેવી રીતે કરી શકાય ? એ તો સમસ્ત સૃષ્ટિને ટકાવી રહ્યા છે.'
મને લાગ્યું કે હું મારા ઊંડાણમાંથી બહાર નીકળતો જાઉં છું, અને એટલા માટે એ ઈશ્વરવિષયક જ્ઞાનમાંથી મનને હળવું કરવા મેં વિષય બદલ્યો.
“મારે માટે સૌથી વ્યવહારુ કમ કયો હોઈ શકે ?”
“હમણું તે પ્રવાસ ચાલુ રાખે. જ્યારે એ પૂરો થાય ત્યારે તમને મળેલા જુદાજુદા યોગીઓ અને સંતપુરુષોને યાદ કરે. એમનામાંથી તમને સૌથી વધારે પ્રભાવિત કરનારા એકને પસંદ કરીને એની પાસે પહોંચી જાઓ, તો એ તમને જરૂર દીક્ષા આપશે.'