________________
૧૮૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
વશ હતો. શંકરાચાર્યે એની મુલાકાત લીધી, એના શરીરને સ્પર્શ કર્યો, અને ત્રણેક કલાકમાં તો એ માંદો છોકરો પથારીમાંથી બહાર નીકળ્યો. થોડા વખતમાં તો એ તદ્દન સાજો થઈ ગયો.
વેંકટરામાનીએ વધારામાં જણાવ્યું કે બીજા મનુષ્યોના વિચારોને જાણી લેવાની શકિત પણ શંકરાચાર્યમાં છે. એ વાતમાં એમને પૂરેપૂરો વિશ્વાસ હતો.
તાડવૃક્ષેથી વીંટળાયેલા મુખ્ય માર્ગ પરથી પસાર થઈને અમે ચીંગલપટમાં પ્રવેશ કર્યો. શહેર ધોળેલાં મકાનોના, એકમેકની નજીકમાં આવેલાં લાલ છાપરાંના, અને સાંકડી શેરીઓના સમૂહ જેવું હતું. અમે નીચે ઉતરીને વિશાળ લેકસમુદાય એકઠા થયો હતો ત્યાં શહેરના મધ્ય ભાગમાં આગળ વધ્યા. મને એક એવા મકાનમાં લઈ જવામાં આવ્યા જ્યાં બેઠેલા મંત્રીએ શંકરાચાર્યના મુખ્ય સ્થાન કુંભકાનમથી આવેલા વિશાળ પત્રોને નિકાલ કરતા હતા. ખુરશી વગરના આગળના ખંડમાં મને બેસાડીને વેંકટરામાનીએ શંકરાચાર્યને એક મંત્રી મારફત સંદેશ મોકલ્યો. અડધા કલાક પછી મંત્રીએ પાછા આવીને ખબર આપી કે મારી માગેલી મુલાકાત નહિ મળી શકે. શંકરાચાર્ય અંગ્રેજને મળવા નથી માગતા. હજુ તો બસે જેટલા લોકો મુલાકાત માટે રાહ જુએ છે. મુલાકાત મેળવવા કેટલાય લેકે શહેરમાં રાતભર પડી રહ્યા છે. મંત્રીએ એ માટે વારંવાર ક્ષમા માગી.
મેં પરિસ્થિતિને વિચારપૂર્વક વધાવી લીધી, પરંતુ વેંકટરામાનીએ કહ્યું કે એક ખાસ મિત્ર તરીકે એ શંકરાચાર્યને મળીને મારે માટે વકીલાત કરશે. ત્યાં ટાળે મળેલા કેટલાક લેકે એવી રીતે મકાનમાં દાખલ થવાને એમનો વિચાર જાગીને બડબડાટ કરવા લાગ્યા. લાંબી દલીલ તથા વારંવારના ખુલાસા પછી એમણે સૌને જીતી લીધાં. આખરે સ્મિત સાથે વિજયી બનીને એ પાછા આવ્યા.