________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
તમારી ખબાબતને શકરાચા ખાસ અપવાદરૂપ માનશે. એ તમને એકાદ કલાકમાં મળી શકશે.'
૧૮૩
મુખ્ય મંદિર તરફ જતી સુંદર શેરીઓમાં આંટાફેરા કરતાં મેં સમય પસાર કરવા માંડયો. રાખાડી રંગના હાથીએ તથા ઊંચા, બદામી રંગની ચામડીવાળાં ઊંટની પ ક્તિને પાણી પીવા લઈ જતા નાકા મને જોવા મળ્યા. પેાતાના પ્રવાસ દરમિયાન શંકરાચાર્ય જેના પર બેસતા તે સુદર પ્રાણીને પણ કેાઈએ મને પરિચય કરાવ્યા. એ ઊંચા હાથીની પીઠ પર મૂકેલી સુશોભિત અંબાડી પર એ બાદશાહી ઢબે સવારી કરતા. એ અખાડીને કીમતી વસ્ત્રો સેાનાના ભરતકામ તથા બીજા ઉત્તમ પ્રકારના શણગારોથી અલંકૃત કરવામાં આવતી. એ ગૌરવવાન હાથીને રસ્તા પરથી પસાર થતા હું જોઈ રહ્યો. આગળ વધતી વખતે એ સૂંઢને વાળી લેતા તે પાછી છૂટી મૂકતા.
કાઈ ધાર્મિક વ્યક્તિને મળવા જતી વખતે થેાડાંક ફળ, ફૂલ કે થેાડીક મીઠાઈ લઈ જવાની પુરાણી પ્રથાને યાદ કરીને મે' પણ એ મહાપુરુષ માટેની મારી ભેટ તૈયાર કરી. ફૂલ તથા નારંગી વિના ખીજુ કશું દેખાતું ન હેાવાથી, મારી અનુકૂળતા પ્રમાણે જેટલી લઈ શકાય તેટલી એ વસ્તુ મેં ખરીદ કરી.
શંકરાચાર્યના કામચલાઉ નિવાસની બહાર જામેલી ભીડને લીધે એક ખીજી મહત્ત્વની પ્રથાને મને ખ્યાલ જ ના રહ્યો. ‘ તમારા બૂટ કાઢી નાખો.’ વેંકટરામાનીએ મને તરત યાદ કરાવ્યું. ખુટ કાઢીને મેં એવી આશા સાથે શેરીમાં રહેવા દીધા કે મારા પાછા ફરતાં સુધી એ ત્યાં જ પડી રહેશે!
એક નાનકડા દરવાજામાંથી પસાર થઈને અમે એક ખાલી ખંડમાં આવી પહેાંચ્યા. એના દૂરના ખૂણામાં એક ઝાંખી પ્રકાશવાળી જગ્યામાં એક ટૂંકી આકૃતિ ઊભી રહેલી. એની પાસે જઈ મેં મારી ભેટ અર્પણ કરી અને નીચા નમીને નમસ્કાર કર્યા, એક