________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૮૧
વરસાદની ઋતુ પૂરી થતાં, એ સંસ્થાઓમાંથી તાલીમ પામેલા સાધુએની મંડળીઓ બહાર નીકળતી, અને દેશમાં શંકરાચાર્યના સંદેશ ફેલાવવા માટે પર્યટન કરતી. એ મહાપુરુષનું મૃત્યુ બત્રીસ વરસની નાની ઉંમરે થયું, જે કે એક દંતકથા એવી પણ છે કે એ કેવળ અદશ્ય જ થઈ ગયા છે.
એ બધી માહિતી એટલા માટે ઉપયોગી હતી કે મારે આજે જેમને મળવાનું હતું તે એમના અનુગામી એ જ કાર્ય કરી રહ્યા હતા અને એ જ સંદેશ આપી રહ્યા હતા. એ સંબંધમાં એક આશ્ચર્યકારક કથા ચાલી આવે છે. આદ્ય શંકરાચાર્યપિતાના શિષ્યને વચન આપેલું કે આત્મિક રૂપે પોતે એમની સાથે રહીને દોરવણી આપશે, અને એને માટે પોતાના અનુગામીઓમાં વાસ કરશે. તિબેટના વડા લામાની બાબતમાં પણ લગભગ એવી જ વાત વહેતી આવે છે. પુરોગામી લામા પિતાના મૃત્યુની છેવટની પળોમાં, પોતાની પાછળના યોગ્ય લામાને પસંદ કરે છે. એ પસંદગી પામેલ પુરુષ નાની ઉંમરને બાળક હોય છે. એને ઉત્તમ પ્રકારના શિક્ષકને સુપરત કરવામાં આવે છે. અને એના હેદ્દાને લાયક જરૂરી તાલીમ પુરી પાડવામાં આવે છે. એ તાલીમ ફક્ત ધાર્મિક કે બૌદ્ધિક નથી હોતી, પરંતુ ઉત્તમ પ્રકારના યોગની તથા ધ્યાનની પ્રક્રિયાની હોય છે. એ તાલીમ પછી સેવાની વિશિષ્ટ પ્રવૃત્તિવાળું જીવન શરૂ થાય છે. એ હકીકત ઓછી નોંધપાત્ર નથી કે આટલા બધા સૈકાઓથી એ પરંપરાની સ્થાપના થઈ હોવા છતાં, શંકરાચાર્યને ખિતાબ ધારણ કરનારા કોઈ પણ પુરુષ ઉત્તમ પ્રકારના નિઃસ્વાર્થ ચારિત્ર્યથી રહિત નથી થયા.
વેંકટરામાનીએ પોતાના વર્ણનને છાસઠમાં શંકરાચાર્યની વિશેષ શકિતઓની વાત કહી બતાવીને રોચક બનાવ્યું. એ વાતમાં એમના પિતાના ભત્રીજાને અદ્ભુત રીતે સાજો કરવામાં આવ્યો એ વાત પણ આવી ગઈ. એમને ભત્રીજો સંધિવાથી પીડાઈને વરસ સુધી પથારી
ભા. આ. ૨, . ૧૨