________________
૧૭૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સંત અને મહાન દાર્શનિક છે. આપણું જમાનાના મોટા ભાગના ધાર્મિક પ્રવાહોથી તથા એમની પિતાની સિદ્ધિ પ્રાપ્તિથી માહિતગાર હેવાને લીધે, સાચા યોગીઓ વિશેનું એમનું જ્ઞાન કદાચ ઘણું વિરલ છે. એક ગામથી બીજા ગામમાં તથા એક શહેરથી બીજા શહેરમાં એમને પ્રવાસ ચાલ્યા જ કરે છે. જેથી એવી વાતોથી એ ખાસ વાકેફ રહી શકે. એ જ્યાં જાય છે ત્યાં બધે જ સંતપરષો એમને અંજલિ આપવા આવી પહોંચે છે. સંભવ છે કે એ તમને કોઈ ઉપયોગી શિખામણ આપી શકે. એમને મળવાનું તમને પસંદ પડશે ખરું ?”
એને માટે તમારો આભાર માનું છું. હું એમને ખુશીથી મળીશ. ચીંગલપટ અહીંથી કેટલું દૂર છે ?'
“અહીંથી ફક્ત પાંત્રીસ માઈલ પણ..
એ તમને મળવાની હા પાડશે કે કેમ તેની મને શંકા થાય છે. હું એમને સમજાવવાની બનતી કોશિશ તે કરીશ જ, છતાં.”
હું અંગ્રેજ છું તેની મને ખબર છે.' મેં વાક્ય પૂરું કર્યું.
“એમના ઇનકારનું જોખમ ખેડવા તૈયાર છે ?' એમણે જરા આતુરતાથી પૂછ્યું.
જરૂર. આપણે જઈએ.”
ડેક નાસ્તો કરીને અમે ચીંગલપટ જવા ચાલી નીકળ્યા. મારે જેમને મળવાનું હતું તેમને વિશે મારા વિદ્વાન સાહિત્યમિત્રને મેં પ્રશ્નો પૂછયા. એના ફળરૂપે મને જાણવા મળ્યું કે શંકરાચાર્ય અન્ન અને વસ્ત્રની બાબતમાં એક વિરક્ત પુરુષની પેઠે તદ્દન સાદુ જીવન જીવે છે; પરંતુ એમના પદના મોભાને લીધે મુસાફરી કરતી વખતે એમને બાદશાહી પાલખીમાં તથા ઠાઠમાં રહેવું પડે છે. એમની પાછળ એ વખતે હાથી તથા ઊંટ પર સવારી કરનારા સેવકે હેય છે, પંડિતે તથા એમના શિષ્ય હોય છે, અને સંદેશવાહકે