________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૭૭
મહાન સ્વપ્નું. એમના મનમાં રમી રહ્યું હતું. જોકે એ ધમકી એટલી બધી તાકીદની નહેાતી, છતાં એમની આ દષ્ટિ તથા પશ્ચિમના ઔદ્યોગિક ઇતિહાસની સ્મૃતિને લીધે એને એ વમાન ઘટનાપ્રવાહેાના નિશ્ચિત પરિણામરૂપ સમજતા. વેંકટરામાનીએ જણાવ્યું કે દક્ષિણ ભારતમાં પ્રાચીન ગામડાંએમાંના એક સંપન્ન કુટુંબમાં એ જન્મ્યા હતા, અને ગ્રામજીવનમાં જે સાંસ્કૃતિક વિનાશ તથા કારમી કંગાલિયત ફરી વળી છે તેનું એમને ભારે દુઃખ હતું. ગામડાની સાદી પ્રજાની ઉન્નતિ માટેની ચેાજનાએમાં એમને રસ હતા, અને એ પ્રજા જ્યાં સુધી દુઃખી હોય ત્યાં સુધી સુખી થવાનું એમને પસંદ નહેાતું પડતું.
એમનું દષ્ટિબિંદુ સમજવાની કાશિશ કરવાના ઉદ્દેશથી હું એમને શાંતિપૂર્વક સાંભળી રહ્યો. છેવટે એ ઊભા થયા અને એમની ઊંચી, પાતળી આકૃતિ રસ્તા પર અદશ્ય થઈ તે હું જોઈ રહ્યો.
બીજે દિવસે સવારે એમના અણુધાર્યા આગમનથી મને આશ્ચર્ય થયું. એમની ગાડી ઝડપથી દરવાજા પાસે આવી પહેાંચી કારણકે એમને ભય હતા કે હું કદાચ બહાર ગયેા હેાઈશ,
* કાલે રાતે મને મેડેથી સમાચાર મળ્યા કે મારા મહાન આશ્રયદાતા ચીંગલટમાં એક દિવસ માટે રહેવાના છે.' એ ખાલી ઊડ્યા. શ્વાસે વાસને શાંત કરીને એમણે કહેવા માંડયુ' :
કુંભટ્ઠાનના શંકરાચાર્ય દક્ષિણ ભારતના આધ્યાત્મિક વડા ગણાય છે. લાખા લેા એમને ઈશ્વરના સંદેશવાહક તરીકે માન આપે છે. એમણે મારા જીવનમાં ધણા રસ બતાવ્યા છે, મારા સાહિત્યલેખનમાં ઉત્સાહ પૂરા પાડચો છે, અને એમની પાસેથી જ મને આધ્યાત્મિક પ્રેરણાની પ્રાપ્તિ થાય છે. કાલે મેં તમને જે વાત નહાતી કહી તે આજે કહી છતાવું છું. અમે એમને ઉચ્ચતમ આધ્યાત્મિક અવસ્થા પર પહેાંચેલા માનીએ છીએ. પરંતુ એ યેાગી નથી. એ દક્ષિણના હિન્દુ જગતના મુખ્ય પુરુષ, એક સાચા
ઃ