________________
૧૭૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
પતન અને બીજી બાજુ ભૌતિકવાદી પશ્ચિમી સભ્યતાના પ્રભાવને લીધે, તમે જેવા મહાપુરુષાને શોધો છે તેવા મહાપુરુષોના એકદમ લાપ થયા છે. એ છતાં મારી દૃઢ માન્યતા છે કે એમનામાંના કેટલાક એકાંત અરણ્યામાં આજે પણ નિવૃત્તિમય જીવન જીવતા હશે. પરંતુ એમની શેાધમાં આખી જિંદગી ન ગાળે! ત્યાં સુધી તમને એમનું દર્શન સહેલાઈથી ભાગ્યે જ થઈ શકે. ભારતવાસીઓમાંના કાઈક એવી શેાધ કરવા માટે નીકળે છે ત્યારે એમને દૂર પ્રદેશામાં ફરવું પડે છે. તેા પછી એક અંગ્રેજને માટે એ કામ કેટલું બધુ અઘરુ હશે તેની કલ્પના તમે સહેલાઈથી કરી શકશે.’
પૂછ્યું'.
"
તેા પછી તમને શું થેાડીય આશા નથી લાગતી ? ' મેં
"
એ તા ના કહી શકું, તમારું નસીબ સારું પણ હાય.’ કાઈએ મને આકસ્મિક પ્રશ્ન પૂછવા પ્રેરિત કર્યા :
- ઉત્તર આર્કાટની પર્વતમાળામાં રહેતા સંતપુરુષ વિશે તમે સાંભળ્યું છે ?
એમણે માથું હલાવ્યું.
અમારી વાતચીત પાછી સાહિત્યવિષયક મુદ્દાઓને વીંટી વળી.
મેં એમની સામે સિગારેટ ધરી, પરંતુ ધુમ્રપાન ન કરતા હાવાથી એમણે એ ન લીધી. મેં મારે માટે સિગારેટ સળગાવી અને એ ટર્કીશ બનાવટના સરસ ધુમાડાને મે સ્વાદ લેવા માંડયો ત્યારે વેંકટરામાનીએ ઝડપથી અદૃશ્ય થતી જતી હિન્દુ સભ્યતાના આદર્શોની મુક્ત કઠે પ્રશંસા કરતાં પેાતાના હૃદયને વહેતું કરવા માંડયું. જીવનની સાદાઈ, સમાજસેવા, શાંતિમય જીવન અને આધ્યાત્મિક આદર્શો વિશે એમણે વિચારો વ્યક્ત કર્યાં. હિંદુ સમાજમાં વધતી જતી કેટલીક મૂર્ખતાપૂર્ણ માન્યતાના અંત આણવાની એમની ઇચ્છા હતી. ભારતમાં પાંચ લાખ ગામડાંને ઔદ્યોગિક શહેરાના ગંદા ગીચ વિસ્તારાનાં ભરતીકેન્દ્રો બનતાં અટકાવવાનુ