________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૭૫
મદ્રાસ યુનિવર્સિટીની સેનેટના એ સભ્ય હોવા ઉપરાંત, ઉત્તમ પ્રકારના નિબંધોના અને ગ્રામજીવનની નવલકથાઓના લેખક તરીકે એ વધારે જાણીતા હતા. અંગ્રેજી માધ્યમને ઉપયોગ કરનાર મદ્રાસ પ્રાંતના એ પહેલા જ હિંદુ લેખક હતા. જેમને સાહિત્યની સેવા બદલ જાહેરમાં હાથીદાંતના કાતરકામવાળી ઢાલ અર્પણ કરવામાં આવેલી. એમની લેખનશૈલી એટલી બધી ઉત્તમ અને સુંદર હતી કે ભારતમાં રવીન્દ્રનાથ ટાગોરે તથા ઇંગ્લેન્ડમાં સ્વર્ગસ્થ લોર્ડ હાલ્ડને એની પ્રશંસા કરેલી. એમનું ગદ્ય સુંદર રૂપકેથી ભરેલું હતું, પરંતુ એમની વાર્તાઓ તરછોડાયેલાં ગામડાંના કરૂણ જીવનને પડઘો પાડતી.
એમણે ઓરડામાં પ્રવેશ કર્યો ત્યારે એમની ઊંચી પાતળી આકૃતિ પર મારી દષ્ટિ પડી. એમનું મસ્તક આછીપાતળી કેશલટોથી ઢંકાયેલું હતું, એમની હડપચી નાની હતી, અને આંખે ચશ્માં હતાં. એ એક વિચારકની, આદર્શવાદીની અથવા કવિની હતી. છતાં એમનાં શેકાંકિત પિચાં પર દુઃખી ખેડૂતોના શોકના પડઘા પડતા રહેતા.
બંનેના સામાન્ય રસના કેટલાય મુદ્દાઓ પર અમે એકમેકની સાથે મળતા થયા. કેટલાય વિષયો સંબંધી અમે વિચારોની આપલે કરી, રાજકારણની ઝીણવટભરી ચર્ચા કરી, અને અમારા માનીતા લેખકને અનુરાગથી અંજલિ આપી, એ પછી મારી ભારતની મુલાકાતનું સાચું કારણ કહેવાની ઈચછા મારા મનમાં એકાએક થઈ આવી. મારા પ્રવાસને હેતુ મેં એમને પૂરેપૂરી નિખાલસતાથી કહી બતાવ્યું. સિદ્ધિઓના પરચા બતાવી શકે એવા ભેગીઓની માહિતી મેં એમની પાસે માગી ઈ! અને એમની આગળ સ્પષ્ટ કર્યું કે ગંદકીના ઘર જેવા સાધુઓ અથવા જાદુવિદ્યાવાળા ફકીરને મળવામાં મને કોઈ જાતને રસ નહિ પડે.
એમણે માથું નમાવીને નકારાત્મક રીતે હલાવવા માંડયું.
ભારતમાં હવે એવા મહાપુરુષો નથી મળતા. અમારા દેશમાં વધતા જતા જડવાદની સાથેસાથે, એક બાજુનું એનું વિશાળ અધઃ