________________
૧૭૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં ઘેર પહોંચ્યા પછી મને લાગ્યું કે સંભવિત છે કે મેં નિર્ણય લેવામાં ભૂલ કરી હેય. ગુરુની ગુણવત્તા શિષ્યના દાવાથી અડધી હોય તોપણ, એમને માટે દક્ષિણને કષ્ટાકારક પ્રવાસ કરો બરાબર હતા. પરંતુ વધારેપડતા ઉત્સાહવાળા ભક્તોથી મને કાંઈક કંટાળો આવી ગયો હતો. એમના ગુરૂની એ પેટ ભરીને પ્રસંશા કરતા, તે પણ તપાસ કરતાં જણાતું કે પશ્ચિમના નાજુક કસોટી–ધારણની આગળ એ દયાજનક રીતે પાછા પડે છે કે એટલી બધી લાયકાત વિનાના પુરવાર થાય છે. વધારામાં નિદ્રા વિનાની રાતો તથા કઠોર દિવસોએ મારા સ્નાયુઓને હેવાં જોઈએ તેના કરતાં કાંઈ વધારે બેચેન બનાવી દીધાં હતાં. એટલે મારો પ્રવાસ અસાર અથવા નિરર્થક કરવાની સંભાવના મારી આજુબાજુ જરૂર કરતાં વધુ પ્રમાણમાં ભમ્યા કરતી.
છતાં દલીલ લાગણીનું સ્થાન ના લઈ શકી. એક અવનવી વૃત્તિ મને ચેતવણી આપવા લાગી કે પોતાના ગુરુની વિશેષ યેગ્યતાને દાગીએ આટલા બધા આગ્રહપૂર્વક કર્યો તેની પાછળ કેઈક સાચી ભૂમિકા જરૂર હેવી જોઈએ. મારી હતાશાની વૃત્તિને હું પૂરેપૂરી દૂર તો ન જ કરી શકો.
ચા અને બિસ્કીટના નાસ્તાને વખત થયે ત્યારે, નેકરે કેઈક મળવા આવ્યું છે એવી સૂચના આપી. એ કલમબાની જમાતના એક સભ્ય, લેખક વેંકટરામાની હતા.
ઓળખાણના થોડાક કાગળો મારી પેટીને તળિયે મેં નાખેલા ત્યાં ને ત્યાં જ પડી રહેલા. એમને ઉપયોગ મારે નહોતે કરે. એનું કારણ, દેવતાઓ સારું કે નરસું જે કંઈ કરે તે વધાવી લેવાની મારી તરંગી મનોવૃત્તિ હતી. તે છતાં મારી સફરની શરૂઆતમાં મેં મુંબઈમાં એક ઓળખપત્રને ઉપયોગ કરેલે, અને બીજાને ઉપયોગ મારે એક અંગત સંદેશો આપવાને હેવાથી, મદ્રાસમાં કરેલું. એ રીતે એ બીજા પત્રને લીધે વેંકટરામાની મારે ત્યાં આવી પહોંચ્યા.