________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૭૩ એ રહે છે ક્યાં?” અરુણાચલ – પવિત્ર દીવાદાંડીના પર્વત પર.” એ ક્યાં આવ્યો ?”
દૂરના દક્ષિણમાં આવેલા ઉત્તર આર્કેટ પ્રદેશમાં. હું તમારે ભોમિયો થઈશ. ને ત્યાં લઈ જઈશ. મારા ગુરુએ પરમ સત્યને સાક્ષાત્કાર કર્યો છે એટલે એ તમારી શંકાઓનું સમાધાન કરશે અને તમારા પ્રશ્નોને નિકાલ લાવશે.”
“એ ઘણું જ રસમય લાગે છે.” મેં નાખુશી દર્શાવતાં કહ્યું : પરંતુ મને એ જણાવતાં ખેદ થાય છે કે મારાથી અત્યારે નહિ આવી શકાય. મારો સામાન તૈયાર છે અને થોડા જ વખતમાં હું ઉત્તરપૂર્વના પ્રવાસે ઊપડી જઈશ. મારે બે મહત્ત્વની મુલાકાતો પૂરી કરવાની છે.”
“પરંતુ આ કામ વધારે અગત્યનું છે.”
છતાં દિલગીર છું કે આપણે ઘણું મોડા મળ્યા. મેં બધી તૈયારી કરી લીધી છે. તેમાં સહેલાઈથી ફેરફાર નહિ કરી શકાય. પાછળથી હું દક્ષિણમાં આવી જઈશ, પરંતુ હાલ પૂરતી તો એ મુસાફરી મોકૂફ જ રાખવી પડશે.”
યેગી દેખીતી રીતે જ નિરાશ થયા. તમે એક સરસ તક ખાઈ રહ્યા છે અને...”
એમની નિરર્થક દલીલની ક૯પના કરીને મેં એમની વાતને વચ્ચેથી જ કાપીને કહેવા માંડયું : “હવે મારે જવું જોઈએ, ધન્યવાદ.”
“તમારા ઇનકારને સ્વીકાર મારાથી નથી થઈ શકતો. એમણે હઠપૂર્વક જાહેર કર્યું : “આવતી કાલે સાંજે હું તમને મળવા આવીશ, અને આશા રાખું છું કે ત્યારે તમારો વિચાર બદલાય છે એવું સાંભળી શકીશ.”
અમારી વાતચીતને એવી વિચિત્ર રીતે અંત આવ્યો. એમની સુદઢ, સુંદર બાંધાવાળી, ભગવી કફનીવાળી આકૃતિને રસ્તા પરથી પસાર થતી હું જોઈ રહ્યો,