________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૭
તથા બીજા અસંખ્ય લેકેનો કાફલે હોય છે. એ જ્યાં જાય છે ત્યાં આજુબાજુના વિસ્તારમાંથી દર્શનાર્થીઓનાં ટોળેટોળાં એમની પાસે ખેંચાઈ આવે છે. એ બધાં આધ્યાત્મિક, માનસિક, શારીરિક અને આર્થિક મદદ માટે આવે છે. શ્રીમંત તરફથી એમને રોજના હજારો રૂપિયા અર્પણ કરવામાં આવે છે, પરંતુ એમણે ગરીબીવ્રત લીધું હોવાથી, એ આવક યોગ્ય કામમાં વાપરી દેવામાં આવે છે. એ ગરીબોને મદદ કરે છે, શિક્ષણમાં સહાયક બને છે, મંદિરને જીર્ણોદ્ધાર કરે છે, અને દક્ષિણ ભારતના નદી વિનાના ભાગોમાં અત્યંત ઉપયોગી મનાતા, વરસાદને આધારે ટકતા, પાણીના કૃત્રિમ સંગ્રહની સુધારણામાં રસ લે છે. એમનું કાર્ય મુખ્યત્વે ધાર્મિક છે.
જ્યાં જ્યાં એમને રોકાવાનું થાય છે ત્યાં ત્યાં હિન્દુ ધર્મના વારસાનું વધારે ને વધારે ઊંડું જ્ઞાન મેળવવાની પ્રેરણા પૂરી પાડવાને તથા લેકનાં મન અને અંતરને ઉદાત્ત બનાવવાનો એ પ્રયાસ કરે છે. સામાન્ય રીતે એ સ્થાનિક મંદિરમાં પ્રવચન કરે છે, અને પછી એમની પાસે એકઠા થતા જિજ્ઞાસુઓના સમુદાયને જવાબો આપે છે.
મને જાણવા મળ્યું કે આદ્ય શંકરાચાર્યની આ પરંપરામાં આ છાસઠમા શંકરાચાર્યું છે. એમના પદ તથા અધિકારને સારી પેઠે સમજવા માટે એના સ્થાપક વિશે વેંકટરામાનીને મેં કેટલાક પ્રશ્ન પૂછડ્યા. મને જણાવ્યું કે આદ્ય શંકરાચાર્ય બે હજાર વરસ પહેલાં થયેલા અતિહાસિક બ્રાહ્મણ સંતમાં સર્વોત્તમ હતા. એમને બુદ્ધિવાદી, યોગી અને પ્રથમ પંક્તિના ફિલસૂફ કહી શકાય. એમના જમાનામાં એમણે જોયું કે હિંદુધર્મ અસ્તવ્યસ્ત અને કંગાળ દશામાં જીવી રહ્યો છે, અને એની આમિક શકિતને હાસ થવા માંડ્યો છે. એ એક જીવનકાર્ય લઈને જન્મ્યા હતા એવું લાગ્યા વિના નથી રહેતું. અઢાર વરસની ઉંમરથી માર્ગમાં મળતા પ્રત્યેક જિલ્લાના વિદ્વાને તથા ઉપદેશકેની સાથે ચર્ચા કરતા, એમના સિદ્ધાંતને ઉપદેશ આપતા, અને બહાળું શિષ્યમંડળ બનાવતા, એ ભારતભરમાં પગપાળા ફરી વળ્યા. એમની બુદ્ધિ એટલી બધી સૂક્ષ્મ હતી કે બીજા