________________
૧૬૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
તમે અહીં આવ્યા એથી હું ઘણે રાજી થયે છું. આને મારી દીક્ષા માને.”
એમના શબ્દોને મર્મ મને સમજાય તે પહેલાં તો કોઈ આશ્ચર્યકારક શક્તિએ મારા શરીરમાં પ્રવેશ કર્યો એમ મેં અનુભવ્યું. મારી કરેડમાંથી પ્રવાહિત થઈને ગરદનને અક્કડ કરીને એ શિર તરફ ઉપર ઊઠવા લાગી. મારી ઈચ્છાશકિત ઘણી વધી ગઈ. મારી જાત પર વિજય મેળવવાની તથા ઉચ્ચતમ આદર્શોને અનુભવ કરવાની ઇચછાનો અમલ કરવાની ઉત્કટ ઈછા મારામાં પેદા થઈ. મને અંતઃપ્રેરણાથી ખાતરી થઈ કે એ આદર્શો મારા અંતરાત્માના અવાજરૂપ છે, અને સનાતન સુખની બાંયધરી પણ એ જ આપી શકશે. | મારી અંદર એ અવનો વિચાર પેદા થયો કે કોઈ અદષ્ટ સ્વાભાવિક શકિતપ્રવાહ એ સંતપુરુષદ્વારા મારામાં દાખલ કરવામાં આવ્યું છે. એમની પોતાની પ્રાપ્તિમાંથી થોડુંક પીરસીને આવી રીતે એ મારા પર કૃપા કરી રહ્યા છે કે શું ?
ગીની આંખ રિથર થઈ અને દૂર જેનારી દષ્ટિ એમાં સમાઈ ગઈ. એમના પ્રિય આસનમાં એ વધારે દઢતાથી બેઠા એટલે એમનું શરીર જરા વધારે ટટાર થયું. મને સ્પષ્ટ રીતે અનુભવવા મળ્યું કે વિચાર કરતાં પણ વધારે ગહન એવા આત્માના ઊંડાણમાં એ પિતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અથવા તે આ દુનિયા કરતાં જેને એ વધારે ચાહે છે એવી આત્મિક વિશ્રાંતિની અવસ્થામાં પોતાની મનોવૃત્તિને ડુબાડી રહ્યા છે.
તો પછી એ શું એક આદર્શગી છે? એ શું કોઈ રહસ્યમય અંતરંગની શોધ કરી રહ્યા છે? અને એ શોધ મારા ધાર્યા પ્રમાણે, માનવજાતિ માટે ઉપયોગી હશે ? કેણું કહી શકે ?
અમે કંપાઉન્ડની બહાર આવ્યા એટલે અડિયારના પેલા તપસ્વી બ્રહ્મ મારી તરફ ફરીને શાંત સ્વરે કહેવા માંડયું :
“આગીને અંતિમ ધ્યેયની પ્રાપ્તિ નથી થઈ, છતાં પણ એમની અવસ્થા ઘણી ઊંચી છે. એમની પાસે સિદ્ધિઓ છે, તેમ જ પોતાના