________________
મોનવ્રતધારી સંતપુરુષ
૧૬૯
આત્મિક વિકાસની પરિસીમાએ પહોંચવા એ આતુર છે. એમની સુંદર શારીરિક દશાનું કારણ એમને લાંબા વખતને હઠયોગને અભ્યાસ છે. છતાં હવે મને જણાય છે કે એ રાજગમાં પણ આગળ વધ્યા છે. મને એમને પહેલેથી પરિચય છે.'
ક્યારને?” “અહીં બાજુમાં એ ખુલ્લામાં કુટિર વગર રહેતા હતા ત્યારે, થોડાંક વરસ પહેલાં જ મેં એમને શોધી કાઢેલા. મારા માર્ગે આગળ વધતા એક અભ્યાસી યોગી તરીકે મેં એમને ઓળખેલા. હું તમને એ પણ કહું છું કે એમણે મને લખી જણાવેલું કે એમના આરંભના જીવનમાં એ લશ્કરી સિપાઈ હતા. એમની નેકરી પૂરી થયા પછી દુન્યવી જીવન પર કંટાળે આવવાથી એમણે એકાંતને આશ્રય લીધો.
એ વખતે પ્રખ્યાત સંત મારાકાયારની મુલાકાત થવાથી એ એમના શિષ્ય બન્યા.
ખેતરે પરથી શાંતિપૂર્વક પસાર થતાં આખરે અમે કાચા રસ્તા પર આવી પહોંચ્યા. કુટિરમાં મને થયેલા અણધાર્યા અગમ્ય અનુભવ વિશે મેં કોઈને પણ ના કહ્યું. એ અનુભવને મેં વારંવાર વિચાર કરવા માંડ્યો, અને એના પડઘા મારા મનમાં નવેસરથી પડી રહ્યા.
એ સંતપુરુષનું દર્શન મને ફરીથી ન થયું. એમના એકાંતિક જીવનમાં દખલ કરે એવી એમની ઈચ્છા ના હોવાથી, મારે એ ઈચ્છાને આદર કરવો પડ્યો. એમના અભેદ્ય આશ્રયસ્થાનમાં રહીને એકાંતિક સાધના કરવા મેં એમને મુકત રાખ્યા. કેાઈ પંથ ચલાવવાની કે અનુયાયીઓ વધારવાની ઈચ્છા એમને બિલકુલ નહોતી. જીવનમાં શાંત અને અજ્ઞાત રીતે આગળ વધવા સિવાયની બીજી કોઈ મહત્વાકાંક્ષાઓ એમનામાં નહોતી દેખાતી. મને જે કહેવામાં આવ્યું એથી વધારે કશું એમને નહોતું કહેવાનું. પશ્ચિમમાં આપણે ત્યાં કરવામાં આવે છે તે પ્રમાણે, વાર્તાલાપ કરવાની કળાને ઉપયોગ એ કેવળ વાર્તાલાપ માટે જ કરવાની ઈચ્છા નહેાતા રાખતા.